પાંડેસરા રેપ વિથ મર્ડરનો ભેદ ખુલી ગયો છે. રાજસ્થાનથી પોલીસે જેવી હર્ષસાંઈ ગુર્જરની ધરપકડ કરી એ સાથે જ તેણે એક રીઢા ગુનેગારની જેમ પોલીસને ગોળ ગોળ ફેરવવાનું શરૂ કરી દીધું હતું. પહેલા તો તેણે પોતે હત્યા જ ન કરી હોવાનું રટણ ચાલુ કર્યું હતું. ત્યાર બાદ એવી કબૂલાત કરી હતે કે બાળકીની માતા ગુમ થયા બાદ બાળકીને પોતાની સાથે રાખી એ મુદ્દે ઘરમાં ઝઘડો થયા કરતો હતો. ત્યારે આ બાળકીને રાખવી કઈ જગ્યાએ એ સવાલનો જવાબ ન મળતા આખરે તેની હત્યા કરી નાખી હોવાની કબૂલાત કરી હતી.
આધારભૂત સૂત્રોમાંથી સાંપડતી માહિતી મુજબ હર્ષસાંઈ ગુર્જર રીઢો ગુનેગાર હોય તેવું વર્તન પોલીસ સાથે કરી રહ્યો છે. આમ પણ તેણે જે રીતે મહિલાની અને ત્યાર બાદ બાળકીની હત્યા કરી તેના પરથી પણ પુરવાર થઈ ગયું કે તેણે રીઢા ગુનેગારની જેમ ગુનો કર્યો છે. પોલીસની આકરી પૂછપરછના અંતે તે ભાંગી પડ્યો હતો અને તેણે મહિલાની પણ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. આ મહિલાની હત્યા શા માટે કરી એ મુદ્દે હાલ તેની પૂછપરછ ચાલી રહી છે. આ રીતે ડબલ મર્ડરનો ભેદ ઉકેલાયો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com