સુરત સમાચાર
અયોધ્યા રામ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇ સમગ્ર દેશમાં ભવ્ય ઉજવણી થઇ રહી છે. જેને લઇ સુરતીઓમાં પણ એક ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતના કતારગામ કોમ્યુનિટી હોલ ખાતે 40 જેટલી બહેનોએ સાથે મળીને મોટા મંદિર યુવક મંડળ અને અમિત ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી 11111 ફૂટની રિયાલિસ્ટિક શ્રી રામ મંદિરની થીમ પર રંગોળી તૈયાર કરી છે આ રંગોળી બનાવવા માટે 1400 કિલો કલરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને મહિલાઓ દ્વારા 12 કલાકની મહેનતથી રંગોળીમાં રામ દરબાર તૈયાર કરવામાં આવ્યો છે .
મહેંદી આર્ટિસ્ટ નિમિશા પારેખ દ્વારા આ રંગોળીની થીમ અને આઈડિયા તૈયાર કરવામાં આવ્યો છે. કતારગામ કોમ્યુનિટી હોલમાં કલર પણ આર્ટ ગ્રુપના નયનાબેન કાત્રોડીયા અને તેમની ગ્રુપની સહયોગી મહિલાઓ દ્વારા આ 11,11 સ્ક્વેર ફૂટની રંગોળી તૈયાર કરવામાં આવી છે સવારે પાંચ વાગ્યાથી લઈને સાંજે 5:00 વાગ્યા સુધીની 12 કલાકની બહાર 40 બહેનોએ કરેલી મહેનતે ખૂબ જ વિશાળકાઈ રંગોળી નું સ્વરૂપ લીધું અને ભગવાન શ્રી રામ રાવણનો વધ કરીને ફરી અયોધ્યામાં આવ્યા હતા. સમગ્ર અયોધ્યામાં દિવાળી જેવો માહોલ આ રંગોળીમાં દર્શાવવામાં આવ્યો છે. અને રંગોળીમાં ભવ્ય સજાવટની સાથે રામ સેતુ ભગવાન શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણજી, હનુમાનજી વગેરેના પાત્રોની છબીને પણ ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવી છે.