સુરત સમાચાર
સુરતમાં 53 હજારની લેતીદેતીમાં પૂર્વ શેઠે કરિગરનું ફિલ્મી ઢબે અપહરણ કર્યું, પોલીસે મુંબઈના પાલઘર ખાતેથી કારીગરોને છોડાવી મુક્ત કરાવ્યો .
સુરતમાં રેઈનકોટની ફેટકરીમાં સિલાઈ મશીનના કારીગરનું તેના પુર્વ શેઠ દ્વારા નાણાની લેતીદેતી મામલે કેટલાક સાગરીતો સાથે મળી ફિલ્મી ઢબે સુરત રેલવે સ્ટેશન પાસેથી અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ કરવાની સમગ્ર ઘટના સીસીટીવી માં ક્યાં થઈ ગઈ હતી. જોકે અપહરણકારોએ તેને છોડવાના બદલામાં તેના ભાઈ પાસે 53 હજારની માંગણી કરી હતી. જેથી યુવકે પોલીસની મદદ લેતા પોલીસે સીસીટીવીની આધારે ગણતરીના કલાકોમાં મુંબઈના પાલધર ખાતે આવેલ આરોપીની ફેકટરીમાંથી મુખ્ય આરોપી સહિત બે જણાને ઝડપી પાડી કારીગરને સહી સલામત મુક્ત કરાવ્યો હતો.
ખટોદરા હેલ્થ સેન્ટરની સામે રણછોડનગર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ રેઈનકોટ બનાવવાની ફેકટરીમાં કામ કરતા મોહમદ દુલારે મોહમદ બસીર અન્સારી (ઉ.વ.૨૪)એ તેની ફેકટરીમાં સિલાઈ મશીનના કારીગરની જરૂર હોવાથી તેઓ દિવાળીમાં વતન બિહાર ગયો હતો. અને ત્યાંથી તેના પિતરાઈ ભાઈ ઓઝેર ઝનીફ અન્સારી, નઈમ અન્સારી સહિત પાંચ કારીગરોને લઈને સુરત આવ્યો હતો. રાત્રીના સાડા આઠેક વાગ્યાના આરસામાં તેઓ સુરત રેલવે સ્ટેશનની બહાર બોમ્બે જયુશની બહાર ઉભા હતા. તે વખતે કારમાં આવેલ સારીક જુનૈદ અન્સારી સહિત ત્રણ જણા તેમની પાસે આવી ઓઝેર અન્સારી પાસે રૂપિયા 53 હજરની માંગણી કરી ઢોર મારમારી કારમાં અપહરણ કરી લઈ ગયા હતા.
જોકે અપહરણ કરી લઇ ગયા બાદ તેના ભાઈ મોહમદ દુલારે અન્સારીને ફોન કરી ઓઝેર અન્સારીને છોડવાના બદલામાં રૂપિયા 53 હજાર ખંડણીની માંગણી કરી હતી. બનાવ અંગે ઓઝેર અન્સારીએ પોલીસમાં જાણ કરતા મહિધરપુરા પીઆઈ જે.બી.ચૌધરીએ બનાવને ગંભીરતાથી લઈ સર્વલન્સ સ્ટાફના પીએસઆઈ કે.બી.સોલંકી સહિત સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી હતી.
મોહમદ દુલારીની પુછપરછમાં તેના ભાઈનું અપહરણ મુંબઈના પાલધર ખાતે રેઈનકોટની ફેકટરી ધરાવતા સારીક જુનૈદ નામના વેપારી કરી ગયો હોવાનુ બહાર આવતા એક ટીમ પાલધર રવાના કરવામાં આવી હતી. આ ટીમના માણસોએ પાલઘરની ફેકટરીમાંથી સારીક જુનૈદ અને અલી હુસૈનને ઝડપી પાડી ઓઝેર અન્સારીને સહી સલામત મુક્ત કરાવ્યો હતો.
આરોપીઓની પ્રાથમિક પુછપરછમાં ઓઝેર અન્સારી બે વર્ષ પહેલા સારીક જુનૈદની ફેકટરીમાં કામ કરતો હતો તે વખતે તેણે 53 હજાર એડવાન્સમાં લીધા બાદ પૈસા આપ્યા વગર નોકરી છોડી નાસી ગયો હોવાની કબુલાત કરી હતી.જેને લઇ રૂપિયા પરત મેળવવા ઓઝર અન્સારીનું અપહરણ કરી સાથે લઇ ગયા હતા.જોકે બનાવને પગલે પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી છે.