સુરત સમાચાર

સુરત શહેરમાં નર્સિંગ કર્મચારીઓએ વિવિધ પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. આ વિરોધ પ્રદર્શનમાં શહેરના 500 નર્સિંગ કર્મચારીઓ જોડાયા છે. મહાનગર પાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર અને મસ્કતી હોસ્પિટલ તેમજ શહેરના તમામ આરોગ્ય કેન્દ્રોના તમામ નર્સિંગ કર્મચારીઓનો વિરોધ કરી રહ્યાં છે. કર્મચારીઓ દ્વારા સુરત મ્યુનિસિપલ કમિશનર અને કોલેજ ડિનને આવેદન આપવામાં આવશે.

વિરોધ પ્રદર્શન કરી રહેલા કર્મચારીઓ દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં ભગવાન શ્રી રામ અને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવી રહ્યાં છે. સદબુદ્ધી ભગવાન આપે તેવા હેતુથી કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અનોખા વિરોધની સાથે કર્મચારીઓ દ્વારા આવેદનપત્રમાં પોતાની માંગણીઓ રજૂ કરવામાં આવી છે.

વિવિધ મુખ્ય માંગણીઓ

1)તાત્કાલિક સ્ટાફની ભરતી કરવામાં આવે
2)નર્સિંગ Allowance ચાલુ કરવામાં આવે જે અન્ય તમામ ગુજરાત સરકાર તેમજ અન્ય મહાનગર પાલિકાના નિયમ મુજબ
3)યુનિફોર્મ allowanceમાં વધારો કરવામાં આવે ગુજરાત સરકાર તેમજ અન્ય મહાનગર પાલિકાના નિયમ મુજબ
4) વોશિંગ allowanceમા વધારો કરવામાં આવે ગુજરાત સરકાર તેમજ અન્ય મહાનગર પાલિકાના નિયમ મુજબ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.