- ત્યારે 12 મહાકાય ક્રેનની મદદથી ગણપતિજીનું વિસર્જન કરવામાં આવશે
- પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત તથા પોલીસ અધિકારો હજીરા બોટ પોઇન્ટનું મુલાકાતે
Surat: હજીરા બોટ પોઇન્ટ ઓવારા ખાતે વિસર્જન માટેની તૈયારીઓ શરુ કરવામાં આવી છે. જેમાં 12 મહાકાય ક્રેનની મદદ થી રાધે કૃષ્ણ ગ્રૂપના સહયોગથી બોટ પૉઈન્ટ ઓવરો હજીરા ખાતે વિસર્જન ગણેશજીનું વિસર્જન કરવામાં આવશે. જેમાં 12 ક્રેન,12 ફોર્કલીફ્ટ,9 સ્પેશિયલ ગેસ કટર તથા અંદાજિત 600 સ્વયંસેવકો સાથેની ટીમ દ્વારા મોટી ઊંચાઈની ગણેશ પ્રતિમાનુ સુરક્ષીત વિસર્જન કરવામાં આવશે. ત્યારે તૈયારીઓને આખરી ઓપ અપાતા સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત તથા ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારો મુલાકાતે પહોચ્યા હતા. તેમજ સમગ્ર તૈયારીઓ તેમજ કોઇપણ ગણેશ મંડળને અગવડ ન પડે તેવી સૂચનો આપવામાં આવી હતી. સાથોસાથ હજીરા બોટ પોઈન્ટ ઓવારાના સ્વયં સેવકો સાથે વાતચીત કરી યોગ્ય માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.
ભાવેશ ઉપાધ્યાય