- પોલીસે 11 લાખની કિંમતના પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કન્ટેનરને ડીંડોલી નજીકથી ઝડપ્યુ
- 1 આરોપીની ધરપકડ, 2 વોન્ટેડ જાહેર
Surat : ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે આકાશમાં પતંગ ચગાવવા માટે ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોવા છતાં પણ બહોળી સંખ્યામાં વેચાતી હોવાનું સામે આવ્યું છે. ગળું કાપી નાખતા ચાઈનીઝ માંજાના કન્ટેનર સાથે એક આરોપીને ડિંડોલી નજીકથી પોલીસે ઝડપી પાડી હતી. તેમજ પોલીસ દ્વારા પ્રમુખ પાર્ક બ્રિજ તરફથી આવી રહેલા આઇસર ટેમ્પોમાં મોટા જથ્થામાં ચાઈનીઝ માંજો ઝડપી પાડવામાં આવ્યું હતું.
પ્રતિબંધિત ચાઈનીઝ દોરી મુદ્દે સુરત પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ ડિલિવરી માટે જઈ રહેલા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કન્ટેનર સાથે એકની ધરપકડ કરવામાં આવી હતી. LCB ઝોન 2 દ્વારા 2 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા હતા. તેમજ રૂપિયા 11 લાખની કિંમતના પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો કબજે કર્યો હતો. પાંડેસરાથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો અમદાવાદ ડિલિવરી માટે લઈ જવાઈ રહ્યો હતો. જે પહેલા પોલીસે ડીંડોલી સાંઈ પોઇન્ટ નજીકથી મોટી માત્રામાં જથ્થા સાથે એકને ઝડપી પાડયો હતો. અબોલ પક્ષીઓ અને માનવ જીવ માટે ઘાતક સમાન કાતિલ દોરીનો મોટો જથ્થો જપ્ત જપ્ત થયો હતો.
અનુસાર માહિતી મુજબ, સુરતના ડીંડોલી સાંઈ પોઈન્ટ ચાર રસ્તા નજીકથી પ્રતિબંધીત ચાઈનીઝ દોરીના 11 લાખની કિમતના રૂપિયાનો કન્ટેઈનર ઝડપાયું છે. ત્યારે પોલીસે 11 લાખની કિંમતના પ્રતિબંધિત મુદ્દમાલ કબજે કરી ડ્રાઈવરની ધરપકડ કરી હતી.
ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ
પોલીસે ડ્રાઈવરની અટકાયત કરીને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ટ્રાન્સપોર્ટરને ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે અને અમદાવાદથી દવા લઈ સુરતના પાંડેસરા ખાતે ડિલિવરી કરવા આવ્યો હતો. તેમજ દવાની ડિલિવરી કરી તે દોરીની ડિલિવરી અમદાવાદ કરવાની હતી. તેમજ આ માલ ભરી અમદાવાદ જતો હતો, ત્યારે પોલીસે તેને પકડી પાડ્યો હતો. તેમજ આ અંગે ડીંડોલી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, પ્રતિબંધિત ચાઈનીઝ દોરી પશુ પક્ષીઓ અને લોકો માટે જીવલેણ સાબિત થાય છે. આ ઉપરાંત દોરી નોન-બાયોડિગ્રેડેબલ હોવાથી પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. ત્યારે ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં દોરી આવે છે ક્યાંથી તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય