પોલીસ કર્મીએ બીજા લગ્ન કરી લીધા, પહેલી પત્ની છુટેછેડા ન આપતી હોવાથી કર્યો હુમલો
જુનાગઢ પોલીસ બેડાને માટે શરમ જનક ગણાવાતી આ ઘટના પ્રકાશમાં આવતા એક તબકકે કાયદાનો રક્ષક જ ભક્ષક બની કાયદાના જાહેરમાં લીરેલીરા ઉડાડતો નજરે પડયો હતો. સુરત પોલીસમાં નોકરી કરતા શખ્સે પરણીતાને રીક્ષામાંથી ઉતારી જાહેરમાં માર મારતા બનાવના પગલે શહેરમાં ચકચાર વ્યાપી જવા પામી હતી.
આ અંગે વધુ વિગત અનુસાર આંબેડકર નગરમાં રહેતા પરીવારની પુત્રીના લગ્ન મુળ માંગરોળના સમારડા ગામના અને સુરત ઉમરા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા વિપુલ કરશન માવદીયા સાથે થયા હતા. લગ્ન બાદ વિપુલ પરણીતાને સુરત રહેવા લઇ ગયો જો કે અઢી વર્ષ બાદ વિપુલ પરણીતાને સુરત રહેવા લઇ ગયો જો કે અઢી વર્ષ બાદ વિપુલને તેના ફઇની દીકરી સાથે બીજા લગ્ન કરવા હોવાથી પરણીતાને શારીરીક માનસીક દુ:ખ ત્રાસ આપવાનું ચાલુ કર્યુ હતું. જો કે પોલીસ પતિએ ત્રાસ આપવાની હદો વટાવી દેતા પરણીતાના પિતા તેડી ગયા હતા.
જે બાદ પરણીતા એ વેરાવળ કોર્ટમાં ખાધા ખોરાકીનો કેસ કર્યો હતો. બાદમાં વિપુલે વોટસએપ પર છુડાછેટા ના કાગળો મોકલી દેતા છુટાછેડા રદનો કેસ હાલ સુરત કોર્ટમાં ચાલી રહ્યો છે. જો કે છુટાછેડા ન મળ્યા હોવા છતાં વિપુલે લાઠોદ્રા ગામની યુવતિ સાથે બીજા લગ્ન કરી લીધા હતા.
જો કે પરીણીતા છુટાછેડાનો કેસ પાછો ન ખેંચી રહી હોવાથી પતિ સહીત સાસરીયાઓએ હુમલો કર્યો હતો જેમાં ઇજાગ્રસ્ત પરણીતાને સારવાર માટે સીવીલ હોસ્પિટલ ખસેડાઇ હતી આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે હવે કાયદાના રક્ષકે જ કાયદાનું ભક્ષણ કરતા પરણીતાને ન્યાય કયારે મળે તે જોવાનું રહ્યું.