- ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ હત્યાના બનાવવામાં ત્રણ આરોપીઓ તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી ડીંડોલી પોલીસ સ્ટેશન ટીમ..
સુરતમાં અવારનવાર હત્યાના બનાવો સામે આવતા હોઈ છે. તેવામાં સુરતના ડીંડોલી વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી બીલીયાનગર સોસાયટીમાં રહેતા અતુલ યાદવ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી જેને લઈ સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.
બનાવની ટૂંક વિગત
ડીંડૉલી પોલીસ સ્ટેશની હદમાં આવેલ બિલીયાનગર નવાગામ ખાતે ઘટેલ હત્યાના બનાવમાં હકિકત એવી રીતેની છે. આ કામે મરણજનાર વિશાલ ઉર્ફે અતુલ વિનોદભાઇ સોની ઉવ.૨૮ ધંધો.લેસ કટીંગ રહે.મકાન નં.૫૨ ગણપતિ ધામ સોસાયટી-૧ જલારામનગરની બાજુમાં નવાગામ ડીંડૉલી સુરત નાઓના ઘરની આસપાસ આ કામના આરોપી (૧) મુકેશ ભનુભાઇ મીર રહે.નવાગામ ડીંડોલી (૨) ગોપાલ ભનુભાઇ મીર રહે.નવાગામ (૩) આનંદ ઉર્ફે કાલુપુરે રમાશંકર યાદવ ઉવ.૨૧ ધંધો-મજુરીકામ રહે.ઉમીયાનગર સોસા-૦૧ નવાગામ ડીંડોલી સુરત મુળવતન-ગામ ગૌર તહેસીલ-સૈયદપુર થાણા-ખાનપુર જીલ્લો-ગાજીપુર રાજ્ય-ઉત્તરપ્રદેશ તથા (૪) અભિષેક ઉર્ફે કાલીયા અખિલેશ પાઠક ઉવ.૧૮ રહે.પ્લોટ નં.૩૧૯ શ્રીનાથનગર સોસાયટી નવાગામ ડીંડૉલી સુરત મુળવતન ગામ-અસિનચક થાણા-દલસિંગસરાય જીલ્લો-સમસ્તીપુર રાજ્ય-બિહાર તેમજ કાયદા ના સંઘર્ષમાં આવેલ બાળકિશોરનાઓ આંટા ફેરા મારતા હોય જે બાબતે મરણ જનાર તથા આરોપીઓ વચ્ચે બોલાચાલી ઝગડો તકરાર થયેલ. જેની અદાવત રાખી આ કામના આરોપીઓએ તા.૨૦/૦૫/૨૦૨૪ ના રોજ ક. ૧૫/૦૦ વાગ્યાના આરસામાં નવાગામ, બિલીયાનગર ખાતે આ કામના મરણજનાર પોતાની મોપેડ દોરીને લઇ જતા હતા તે વખતે ઉપરોક્ત આરોપીઓએ તથા આનંદ ઉર્ફે કાલુપુરે રમાશંકર યાદવ તથા અન્ય એક બાળ કિશોરે ભેગા મળી એક સંપ થઈ મરણ જનારને ચપ્પુના ઘા મારી મોત નિપજાવેલ છે.
આ કામે (૧) આનંદ ઉર્ફે કાલુપુરે રમાશંકર યાદવ ઉવ.૨૧ (૨) અભિષેક ઉર્ફે કાલીયા અખિલેશ પાઠક ઉવ.૧૮ (૩) મુકેશ ભનુભાઇ મેર તથા અન્ય એક બાળકિશોર નાઓને રાઉન્ડ અપ કરેલ છે. અન્ય આરોપીની તપાસ ચાલુ છે.