સુરત સમાચાર

સુરતની પોલીસને 21 વર્ષ જૂના હત્યાના આરોપીને પકડવામાં આખરે સફળતા હાથ લાગે છે. સુરતના ઉધના વિસ્તારમાં હત્યા કરી આરોપી ઉમર અન્સારી ફરાર થઈ ગયો હતો. જેને પકડવા પોલીસે અનેક પ્રયત્નો કર્યા હતા, પરંતુ હાથ આવ્યો ન હતો. આખરે  પોલીસે આરોપીને ઝારખંડના ધનબાદ જિલ્લાના વાસેપુર ખાતેથી દબોચી પડ્યો હતો.

હેડ કોન્સ્ટેબલ અશોક લુણી અને તેની ટીમ છેલ્લા 3થી 4 મહિનાથી આ આરોપીને પકડવા પર વર્કઆઉટ કરી રહી હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ અશોક લુણીને આરોપી ઉમર અન્સારી તેના વતન ઝારખંડના ધનબાદ જિલ્લાના વાસેપુરમાં રહેતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જે આધારે PCB PI રાજેશ સુવેરા દ્વારા આ માહિતીને વર્કઆઉટ કરી આરોપીને પકડવા માટે અશોક લુણી સાથે 4 પોલીસ કર્મીઓની એક ટીમ વાસેપુર મોકલી હતી.

અહીં પહોંચેલી ટીમે જ્યારે સ્થાનિક પોલીસની મદદ માંગી હતી, ત્યારે અહીંની પોલીસ તેમની સામે આશ્ચર્યથી તાકી રહી હતી અને આ વિસ્તારમાં ન જવા માટે જણાવી રહી હતી. કારણ કે આરોપી વાસેપુરમાં રહેમત ગંજમાં રહેતો હતો. આ વિસ્તારમાં સૌથી ખૂંખાર ડોન પ્રિન્સખાન ઉર્ફે છોટા સરકારનું ઘર હતું. અહી કોઈપણ આરોપીને પકડવા સ્થાનિક પોલીસ પણ દરાડો કરવાની હિંમત કરતી ન હતી.

આરોપીને પકડવા જવા સ્થાનિક પોલીસની પણ હિંમત ન હતી. જેથી સાથે આવવાનો ઈન્કાર કરી સુરત પોલીસને પણ પરત જતા રહેવાના સૂચન કર્યું હતું. જોકે અશોક લુણી અને તેમની ટીમ દ્વારા સ્થાનિક પોલીસની આ સૂચનાને અવગણી જીવના જોખમે આરોપીને પકડવા ત્યાં રોકાઈ ગઈ હતી.

આરોપી અહીં ફાઇનાન્સનો ધંધા કરતો હતો. આ સાથે અહીં 10 કરતાં વધુ રિક્ષાઓનો માલિક હતો. જેથી તેને શોધવા પોલીસે પણ વેશપલટો કર્યો હતો. જેને માટે પોલીસ પોતે પણ સ્થાનિક રિક્ષાચાલક બની હતી અને બે રિક્ષાઓ ભાડે લઈ પોલીસ બે શિફ્ટમાં તેના ઘરની આસપાસ રિક્ષા ફેરવતી રહેતી હતી. પોલીસે આ વિસ્તારમાં એક અઠવાડિયા સુધી રોજ સવાર-સાંજ રિક્ષાના ફેરા લગાવતી રહી હતી. દરમિયાન એક સાંજે તે ઘરની બહાર વોક માટે નીકળતાં જ તેને દબોચી લીધો હતો અને એક પણ મિનિટનો સમય બગાડ્યા વગર બારોબાર સુરત તરફ દોટ મૂકી હતી.

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.