- વરિયાવ બ્રિજ પર યુવક આ-ત્મહત્યા કરવા પહોચતા પોલીસે જીવ બચાવ્યો
- કંટ્રોલરૂમમાંથી માહિતી મળતા સિંગણપોર પોલીસ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પોહચી
- યુવકને પોલીસ સ્ટેશન લાવી યુવકનું કાઉન્સેલિંગ કરાયું
- આર્થિક તંગીથી કંટાળી યુવક આપઘાત કરવા પોહ્ચ્યો હતો
- સિંગણપોર પોલીસ યુવકને તેમના પરિવારને સોંપ્યો
સુરતમાં આર્થિક તંગીથી ત્રસ્ત અને ડિપ્રેશનનો શિકાર બનેલો યુવક વરિયાવ બ્રિજ પર આત્મહત્યા કરવા ગયો હતો. આ અંગેની જાણ થતાં સિંગણપોર પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ યુવકને આત્મહત્યા કરતાં અટકાવી બચાવી લીધો હતો અને પોલીસ સ્ટેશન લઈ જઈ કાઉન્સેલિંગ કર્યું હતું. ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે, યુવક બ્રિજ પર લગાવેલી રેલીંગ કૂદીને માત્ર તાપી નદીમાં કૂદવાનું જ બાકી હતું. તે પહેલાં જ પોલીસ પહોંચી અને વાતોમાં ભોળવી પકડી બચાવી લીધો હતો. યુવકને પોલીસ બચાવીને લઈ જઈ રહી હતી, ત્યારે પણ યુવકે બસ મરી જ જવાનું રટણ પકડી રાખ્યું હતું.
પોલીસે મળેલી વિગતોના આઘારે તાત્કાલિક સિંગણપોર પોલીસ સ્ટેશનની વાન તેમજ પીસીઆર-28 તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં એક યુવાન બ્રિજની રેલિંગમાં કૂદીને આપઘાત કરવાની કોશિશ કરી રહ્યો હોવાનું નજરે પડયું હતું. રોડ પરના રાહદારીઓ પણ ભેગા થઈ ગયા હતા. આ મામલે પોલીસના કર્મચારીઓએ આપઘાત કરવા જઈ રહેલા યુવકને વાતોમાં ભોળવી રેલિંગની બહારથી પકડી લીધો હતો.
પોલીસે સમયસૂચકતા વાપરી આ યુવાનને જકડી રાખી પોલીસ દ્વારા બ્રિજ પર બનાવેલી કાંટાળી તાર ફેન્સીંગ ટપીને આ યુવાનને બચાવી લેવાયો હતો.તેને પોલીસ સ્ટેશન લઈ આવી તેની પૂછપરછ કરી હતી. યુવકે પોતે આર્થિક તંગીથી કંટાળી ડિપ્રેશનમાં આવી ગયો હોવાથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેને તેના પરિજનોને સહી સલામત સોંપ્યો હતો.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય