- PIએ લાત મારી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપ્યાના આક્ષેપ
Surat: કાયદાના રખેવાળ ગણાતી પોલીસ અને વકીસ સામ સામે આવી ગયા હોવાનું સામે આવ્યું છે. ડિંડોલી વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ દરિયાન પોલીસ કર્મચારીએ વકીલને માર મારી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. માર માર્યાની સીસીટીવી પણ સામે આવ્યાં છે.
18 ઓગસ્ટને રવિવારની રાત્રે લગભગ 12:15 વાગ્યે એડવોકેટ હિરેન રજનીકાંત નાઈને રાત્રિ પેટ્રોલિંગ માટે નીકળેલા ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ એચ. જે. સોલંકી સાથે બોલાચાલી થઈ હતી. જેના કારણે પીઆઈએ હિરેનને પાછળથી લાત મારી હતી. જેથી એડવોકેટ હિરેન નાઈએ ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ સોલંકી અને અન્ય એક પોલીસકર્મી વિરુદ્ધ અરજી કરી છે. હિરેને તેની અરજીમાં લખાયું છે કે, પોલીસ ઈન્સ્પેક્ટર સોલંકીએ તેને બિનજરૂરી માર માર્યો હતો અને ખોટા કેસમાં ફસાવવાની ધમકી પણ આપી હતી.
પીઆઈ સોલંકીએ કહ્યું હતું કે,નાઇટ પેટ્રોલિંગમાં વખતે લોકોના ટોળા એકઠા થતા અટકાવવાનું કામ ચાલતું હતું. આ રાતે પણ હું ફરજમાં હોવાથી કાર લઈને ગયો હતો. મેં તેને બે-ત્રણ વાર પૂછ્યું, પણ સામેની વ્યક્તિએ કહ્યું નહીં તે તેઓ વકીલ છે. તેણે જે રીતે પોશાક પહેર્યો હતો. તે જોતા તે બિલકુલ વકીલ જેવો લાગતો નહોતો. તેને ત્યાંથી દૂર જવાનું કહેવામાં આવ્યું, પરંતુ તેણે વળતો જવાબ આપ્યો હતો. વકીલોએ કહ્યુ કે, પોલીસના વિરોધમાં આજરોજ (20 ઓગસ્ટ) અમે રેલી કાઢવા માટે બાર કાઉન્સિલમાં અરજી દાખલ કરવામાં આવશે. 200 જેટલા વકીલો સુરત પોલીસ કમિશનરની ઓફિસે જઈને આવેદનપત્ર આપશે.