• Cid crimeની કાર્યવાહી બાદ કેટલીક સ્પા ગર્લ મકાન ખાલી કરી રાતોરાત ભાગી
  • DCP, ACP અને PI સહીત પોલીસ અધિકારીઓની ટિમ સર્ચમાં જોડાઈ

સુરત ખાતે મગદાલ્લાનાં એક ફ્લેટમાંથી દારૂ ડ્રગ્સ પાર્ટી ઝડપાયા બાદ શહેર પોલીસ એક્શન મોડમાં આવી હતી. સ્પા ગર્લ તેમજ થાઈ ગર્લને કેટલાક લોકોએ મકાનો ભાડે આપ્યા હોવાનો ખુલાસો થયો હતો. Cid crimeની કાર્યવાહી બાદ કેટલીક સ્પા ગર્લ મકાન ખાલી કરી રાતોરાત ભાગી ગઈ હતી. ભાડુઆતોની વિગતો બાબતે પોલીસે સર્ચ શરૂ કર્યુ હતું. ઘર ભાડે આપીને પોલીસમાં ભાડુઆત અંગે રજિસ્ટ્રેશન ન કરાવતાં લોકો સામે મોટી કાર્યવાહી કરવામાં આવશે. DCP, ACP અને PI સહીત પોલીસ અધિકારીઓની ટિમ સર્ચમાં જોડાઈ હતી.

સુરતમાં મગદાલ્લાનાં એક ફ્લેટમાંથી દારૂ ડ્રગ્સ પાર્ટી ઝડપાયા બાદ પોલીસ એક્શન મોડમાં આવી હતી. જેમાં સ્પા ગર્લ તેમજ થાઈ ગર્લને કેટલાક લોકોએ મકાનો ભાડે આપ્યા હોવાનો ખુલાસો થયો હતો. ત્યારે Cid crimeની કાર્યવાહી બાદ કેટલીક સ્પા ગર્લ મકાન ખાલી કરી રાતોરાત ભાગી ગઈ હતી. જેથી ઉમરા પોલીસે મગદલ્લા ગામમાં સર્ચ કર્યું હતું. જેમાં ભાડુઆતોની વિગતો બાબતે પોલીસે સર્ચ શરૂ કર્યુ હતું.

ઘર ભાડે આપીને પોલીસમાં ભાડુઆત અંગે રજિસ્ટ્રેશન ન કરાવતાં લોકો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. લોકો રૂપિયા કમાવાની લાલચે ભાડુતો ને વગર ડોક્યુમેન્ટ માં મિલકતો ભાડે આપતા હોય છે. આ સાથે આ કાર્યવાહીમાં DCP, ACP અને PI સહીત પોલીસ અધિકારીઓની ટિમ જોડાઈ હતી. જેમાં 100થી વધુ પોલીસ કર્મીથી સર્ચમાં જોડાયા હતા. આ સાથે ગુજરાત પોલીસની ભાડૂઆત રજીસ્ટ્રેશન ડ્રાઈવ હજી 27મી ઓક્ટોબર સુધી ચાલશે. જેમાં સુરત પોલીસ દ્વારા પણ અલગ અલગ વિસ્તારમાં સર્ચ કરવાની કામગીરી કરી ભાડુઆના કોઈ ડોક્યુમેન્ટ આપવામાં નહીં આવ્યા હોય તો મકાન માલિક સામે કાર્યવાહી થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.