રાજ્ય ફેક બિલીંગ કૌભાંડને લઈને GST દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે સુરતમાં શહેર ઈકોનોમિક ઓફેન્સ સેલ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા GST કૌભાંડ બાબતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં તેમણે અલગ અલગ જગ્યાએ કરવામાં આવેલ રેડ સંદર્ભે એડીશનલ પોલીસ કમિશ્નરે માહિતી આપી હતી.
૩ નવેમ્બરે અમદાવાદ, રાજકોટ અને સુરતમાં બોગસ બિલીંગનો કેસ સામે આવ્યો હતો ત્યારે સુરત પોલીસ અને ગુજરાત પોલીસ અને અમદાવાદ પોલીસ સાથે મળી ઓપરેશન GST શરૂ કરાયું હતું. બોગસ બિલીંગની ઘટનામાં તપાસ કરવામાં આવતા 1200 કરોડ જેટલો આંકડો પોલીસના ધ્યાને આવ્યો હતો.
વધુ માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે 19 ઓક્ટોબરે થયેલી FIRમાં કુલ 33 કંપની ધ્યાને આવી હતી. ત્યારે તપાસ કરતા 11 સ્થળે ફેક પેઢી મળી આવી હતી. તપાસ દરમિયાન 600 કરોડના ઈનપુટ ક્રેડિટ ધ્યાને આવ્યા હતા. પોલીસ દ્વારા કર્ણાટક મહારાષ્ટ્રના જે પણ ફેલ બિલિંગ નેટવર્ક છે તેનો પણ પર્દાફાશ કરાશે.