- બંને વિધાર્થીઓએ યુટ્યુબ ની મદદથી ચોરી કરવાની જાણકારી મેળવીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો
- પોલીસ બંને યુવકોની અટકાયત કરી વધુ પ્રાથમિક પૂછપરછ હાથ ધરી
સુરત શહેરના કોર્ટ વિસ્તારમાં icici બેંકના ATM મશીનની ચોરી કરવાના પ્રયાસમાં બે યુવકને અઠવા પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમજ તેની પૂછપરછ દરમિયાન પોલીસને ઘણી ચોકાવનારી માહિતી સામે આવી હતી. જેમા ઓનલાઇન મોબાઇલ ગેમમાં રૂપિયા હારી જતા બંને વિધાર્થીઓએ યુટ્યુબની મદદથી ચોરી કેવી રીતે કરવાની જાણકારી મેળવીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો અને મોટરસાયકલ પણ ચોરી કર્યું હતું. બંને યુવક અભ્યાસ કરતા હોવાને લઈને પોલીસે તેમના નામ સાથે ચેહરા નિશાન ગુપ્ત રાખ્યા હતા. તેમજ પોલીસ બંને યુવકોની અટકાયત કરી વધુ પ્રાથમિક પૂછપરછ હાથ ધરી છે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, ઓનલાઈન મોબાઈલ ફોન પર ગેમ રમીને 14000 રૂપિયા હરીજનાર યુવક એ youtube ચેનલ પરથી એટીએમ મશીન ચોરી કરવાનો જોઈને શીખ્યો હતો પરંતુ ચોરી કરતા પહેલા જ યુવક સાથે બીજો કિશોર પણ ઝડપાય જતા શહેર પોલીસે બંને વિદ્યાર્થી હોવાના લઈને ચહેરા નિશાન નહિ બતાવે તેની વિશેષ તકેદારી રાખવામાં આવી હતી.
સુરત શહેરના કોર્ટ વિસ્તારમાં આવેલા એટીએમ મશીન ની ચોરી કરવાના પ્રયાસમાં બે લબર મુછિયા યુવકને અઠવા પોલીસે ઝડપી પાડ્યા હતા તેની પૂછપરછ દરમિયાન પોલીસને ઘણો ચોકાવનારી માહિતી સાપડી હતી. જેમા ઓનલાઇન મોબાઇલ ગેમમાં રૂપિયા હારી જતા બંને વિધાર્થી ઓ એ youtube ચેનલની મદદથી ચોરી કેવી રીતે કરવાની જાણકારી મેળવીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો અને મોટરસાયકલ પણ ચોરેલી કરીને લાવ્યા હતા બંને યુવક અભ્યાસ કરતા હોવાને લઈને પોલીસે તેમના નામ સાથે ચેહરા નિશાન ગુપ્ત રાખ્યા હતા.
વિશ્વસની સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આધુનિક ઇન્ટરનેટના જમાનામાં લોકો નવી નવી તરકીબ અજમાવીને ચોરી કરવાનો પ્રયાસ કરતા હોય છે અને સાથે સાથે જ્યારે કિશોર અવસ્થા માં મુકતા યુવક દ્વારા youtube ના આધારે ચોરી કેવી રીતે કરવી અને કેવી રીતે પોલીસથી બચી શકાય તે રીતનો પ્રોગ્રામો જોઈને ચોરી કરતા હોય છે આવું જ એક કિસ્સો સુરતના કોર્ટ વિસ્તારમાં આવેલા અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનની હદમા icici bank ના હનુમાન ચાર રસ્તા પાસે આવેલા એટીએમ મશીન પર ચોરી કરતા બે લબર મુછિયા યુવક ને અઠવા પોલીસે ઝડપી પાડ્યા હતા. બંનેઓની પૂછપરછ દરમિયાન ૧૯ વર્ષીય યુવક આઇટીઆઇમાં વાયરમેનનો કોર્સ કરે છે અને બીજો કિશોર 11 માં ધોરણમાં અભ્યાસ કરે છે 19 વર્ષનો જે યુવક છે તેને ઓનલાઈન ગેમ રમતા 14000 રૂપિયા free fire ગેમ માં ઉડાડી નાખ્યા હતા આ રૂપિયા પોતાના મમ્મીના google pay એકાઉન્ટ માંથી લીધા હતા યુવકે પોતે જણાવ્યું હતું કે youtube ચેનલ દ્વારા એટીએમ મશીન ની ચોરી કેવી રીતે થાય તેની જાણકારી મેળવીને તેને પોતાની તરકીબ અજમાવવા ગયો હતો.
પરંતુ ચોરીની તરકીબ અજમાવે એ પહેલા જ અઠવા પોલીસના હાથે ચડી ગયો હતો. પોલીસ બંને યુવકો ની અટક કરી પ્રાથમિક પૂછ પરછ મા એક યુવક ના પિતા ઓટોરિક્ષા ચલાવે છે, અને માતા ઘરનું કામ કરે છે, જયારે બીજા યુવક અભ્યાસ કરતો હતો પરંતુ બંને એક બીજા ત સાથે જ ચોરી કરતા પોલીસ એ પકડી પાડ્યો હતો.તેમજ સૌથી ચોકાવનારી પોલીસને વિશેષ માહિતી એવી રીતે મળી હતી,કે યુવક અને બીજો કિશોર જે મોટરસાયકલ પર ચોરી કરવા માટે ગયા હતા તે પણ પોતાના સોસાયટીના નજીકથી ચોરી કરેલી હતી ઘણીવાર youtube ચેનલ વિદ્યાર્થીને જરૂરી માર્ગદર્શન પણ આપે છે અને એની સાથે સાથે આવી ચેનલના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ બગડે છે ખાસ કરીને આવી ગેમને લઈને લોકોની જિંદગી ખરાબ થઈ છે અને દેશમાં વિદ્યાર્થીઓ ગેમ રમતા હોય છે પણ મા બાપને આ વખતે જ અંજાન હોય છે જેને લઈને ખોટા રસ્તે ચડીને કોઈ ગુનાને અંજામ આપતા હોય છે ત્યારે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા બંને વિદ્યાર્થી ભણતાઓ હોવાથી આવા વિદ્યાર્થીઓનું ભવિષ્ય નહીં બગડે અને ખોટે રસ્તે નહીં ચડે તે માટે અધિકારી એવરનેસ રાખી રહ્યા છે, જેથી તેમના નામ બાર ન જાય, અને બંને વિદ્યાર્થીઓનું ચેહરા નિશાન નહીં થાય એની કાળજી પણ પોલીસ દુવારાં રાખવામાં આવી રહી છે.
અહેવાલ: ભવેશ ઉપાધ્યાય