Surat : નવરાત્રી પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સુરત પોલીસે નવરાત્રી પર ગરબા રમવા જતી તમામ યુવતીઓ માટે ખાસ સંદેશ જારી કર્યો છે. આ દરમિયાન નવરાત્રીમાં સુરત પોલીસની મહિલા ટીમ પરંપરાગત ટ્રેડીશનલ વસ્ત્રોમાં ફરજ બજાવશે. અને માઉન્ટેડ પોલીસ ઉપરાંત ડ્રોન સર્વેલન્સનો પણ ઉપયોગ કરવામાં આવશે.
નવરાત્રિ પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે સુરત શહેરમાં મોટા ડોમમાં નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. આ ઉપરાંત શેરી ગરબામાં પણ રાસ ગરબાની રમઝટ માણવામાં આવે છે. ત્યારે આ વર્ષે સુરત પોલીસે નવરાત્રી દરમિયાન ગરબા રમવા જતી તમામ યુવતીઓ અને દીકરીઓ માટે તકેદારીઓ રાખવા બાબતે એક ખાસ મેસેજ જાહેર કર્યો છે.
આ ઉપરાંત નવરાત્રી દરમિયાન શહેરની પોલીસની મહિલા ટીમ નવરાત્રિ દરમિયાન પરંપરાગત ટ્રેડીશનલ ડ્રેસમાં વિવિધ વિસ્તારોમાં ફરજ પર રહેશે. આ ઉપરાંત પોલીસની અલગ-અલગ ટીમો બાઇક પેટ્રોલિંગ અને બોડીવોન કેમેરા સાથે ફરજ પર રહેશે.
નવરાત્રીમાં ગરબા રમવા જનારી સૌ દિકરીઓને તકેદારીના ભાગરૂપે સુરત શહેર પોલીસનો એક ખાસ મેસેજ
-તમે જયાં ગરબા રમવા જવાના હોવ એ સ્થળનું એડ્રેસ તમારા પરિવારજનોને આપતા જજો
-તમે જેમની સાથે ગરબા રમવા જવાનાં હોય એ સાથી કે મિત્રોના મોબાઇલ નંબર તમારા પરિવારજનોને અવશ્ય આપીને ગરબા રમવા જજો.
-અજાણી અથવા ટૂંકા પરિચયવાળી વ્યક્તિઓ દ્વારા ઓફર કરાયેલા પીવાના પીણાં, કોલ્ડ ડ્રિક્સ કે ખાધ્યપદાર્થ આરોગવા નહીં.
-ગરબા રમવા જાવ ત્યારે આપના સ્માર્ટ મોબાઈલ ફોનના સેટિંગમાં ગૂગલ લોકેશન ફિચર હંમેશા ઓન મોડ પર રાખજો.
-અજાણી કે અપરિચિત વ્યક્તિઓ સાથે સોશિયલ મીડિયા પર વ્યક્તિગત બાબતો, ફોટોગ્રાફ્સ કે વીડિયો શેર ના કરતા.
-પરિચિત ગૃપમાં જ ગરબા રમજો.
-અજાણી વ્યક્તિ પાસે લિફ્ટ લેવાનું કે લિફ્ટ આપવા ટાળવું.
-કોઈપણ અજાણી કે અપરિચિત વ્યક્તિ સાથે એકાંતવાળી જગ્યાએ ના જશો.
-ગરબા કાર્યક્રમ સ્થળે તમારો અવર-જવરનો રસ્તો હંમેશા ભીડભાડવાળો જ પસંદ કરશો.
-રાત્રિના સમયે જો કોઇ વાહન ના મળે તો 100 અથવા 181 નંબર ડાયલ કરી પોલીસને જાણ કરજો.