- નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા
- તેના ઘરની બહાર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચનો બંદોબસ્ત ગોઠવી દેવાયો
સુરત ન્યૂઝ : લોકસભાની ચૂંટણી થાય તે પહેલા જ ભાજપે સુરતની બેઠક પર જીત મેળવી લીધી છે. ચૂંટણી અધિકારીએ સુરત લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કર્યુ હતુ. જે બાદથી જ નિલેશ કુંભાણી દેખાયા નથી. રવિવારથી જ કુંભાણી ફોન સ્વીચ ઓફ કરીને સંપર્ક વિહોણા બન્યા છે. નિલેષ કુંભાણીનો મામલો હવે દિલ્હી ભારતના ચૂંટણી પંચ સમક્ષ મોકલવામાં આવ્યો છે. સુરત લોકસભા બેઠક બિનહરીફ થવા અંગેની સમગ્ર ઘટનાક્રમનો ડિટેઈલ રિપોર્ટ કેન્દ્રીય ચૂંટણીપંચને મોકલવામાં આવ્યો છે. સુરત બેઠકના રિટર્નિંગ ઓફિસર એવા કલેક્ટરે રિપોર્ટ ચૂંટણીપંચને મોકલીને કેન્દ્રીય ચૂંટણીપંચને વાકેફ કર્યા છે. ઉમેદવારી પત્રમાં ખોટી સહીના કેસમાં રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી કોઈ પગલાં લે તે પહેલા માર્ગદર્શન માંગવામાં આવ્યુ છે.
નિલેશ કુંભાણીનું ઘર 3 દિવસ બાદ ખુલ્યું છે ત્યારે તેના પત્ની ઘરે પહોંચ્યા છે પરંતુ મીડિયાને જોઈ ઘરના દરવાજા તેમણે બંધ કરી દીધા હતા . નિલેશ કુંભાણી અમદાવાદ જવાનું કહી ઘરેથી નિકલ્યા હતા પરંતુ હાલ તેનો કોઈ અતોપત્તો નથી . નિલેશ કુંભાણી હાલ સંપર્ક વિહોણા બની ગયા છે ત્યારે તેના ઘરની બહાર સરથાણા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે .
ભાવેશ ઉપાધ્યાય