- લોકસભા ચૂંટણીને લઇ પોલીસ એલર્ટ
- IPC 279, 283 અને રોકડ દંડ વગેરે કામગીરી કરાઈ
સુરત ન્યૂઝ : સુરતમાં આગામી લોકસભા ચૂંટણીને લઇ પોલીસ એલર્ટ થઈ ગઈ છે . શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે . તે સાથે દરેક પોઈંટ ઉપર વાહન ચેકિંગ કરાયું હતું. વાહન ચેકીંગની કામગીરી મોડી રાત સુધી કરવામાં આવી હતી. આઈપીસી 279, 283 અને રોકડ દંડ વગેરે કામગીરી કરવામાં આવેલ હતી. વાહન ચેકીંગની કામગીરી દરમિયાન રિફ્લેકટર જેકેટ , બેટન , બેરિકેટસ , બ્રેથ અનેલાઈઝરનો ઉપયોગ કરવામાં આવેલ હતો. આ ઝુંબેશ આગામી સમયમાં સતત ચાલુ રાખવામાં આવશે.
ભાવેશ ઉપાધ્યાય