સુરત સમાચાર

સુરત ડાયમંડ બુર્સના ઉદઘાટન પહેલા રત્નકલાકારોની માગ સાથે વડાપ્રધાનને પહોંચાડવા ક્લેક્ટરને આવેદનપત્ર અપાયું સુરત ડાયમંડ બુર્સના ઉદઘાટન પહેલા રત્નકલાકારોની માંગણીઓ પૂરી કરવા બાબતે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા વડાપ્રધાનને પહોંચાડવા માટે ક્લેક્ટરને આવેદનપત્ર અપાયું છે. રત્નકલાકારોની માગણી સ્વીકારવામા ના આવે તો ઉપવાસ આંદોલનની પરવાનગી પણ માંગવામા આવી છે.

રત્નકલાકારોને લગતી યોજનાઓ જાહેર કરવા તથા રત્નકલાકારોને રત્નદીપ કૌશ્લ્યવર્ધક યોજના અને આપઘાત કરી ચૂકેલા રત્નકલાકારોને પરિવારને રાહત પેકેજ તથા બેકાર રત્નકલાકારો માટે આર્થિક પેકેજ આપવાની માગ કરવામાં આવી છે. આ માગો ઘણા સમયથી થઈ રહી છે. તેમ છતાં યોગ્ય રીતે તેનું નિરાકરણ કરવામાં આવતું નથી.

ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકએ કહ્યું કે, દિવાળી બાદ પણ ઘણા કારખાના ખુલ્યા નથી. ત્યારે રત્નકલાકારો ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યાં છે. ત્યારે ડાયમંડ બુર્સના પાયામાં રત્નકલાકારો છે. 17મી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન આવવાના છે. ત્યારે તેમને રત્નકલાકારોની પડતર માગો સાથેનું આવેદનપત્ર ક્લેક્ટરને આપીને વડાપ્રધાન સુધી પહોંચાડવા માટે અમે રજૂઆત કરી છે.

ભાવેશ ઉપાધ્યાય

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.