સુરત મ્યુનિસિપાલિટીના 5 ઝોનના લોકોને 12 નવેમ્બરે પાણી પુરવઠાનો સામનો કરવો પડશે. શહેરની પાણી પુરવઠા વ્યવસ્થાનું સંચાલન સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે, જેણે વિશ્વસનીય પાણી પુરવઠો સુનિશ્ચિત કરવા માટે વિવિધ પહેલો અમલમાં મૂક્યા છે.

સુરતના વરાછા, સરથાણા, સેન્ટ્રલ, લિંબાયત અને ઉધના ઝોનના લોકોને 12 નવેમ્બર પાણી મળશે નહીં. વાલક ઇન્ટેક્વેલ ખાતે HT સ્વીચ યાર્ડમાં રીપેરીંગ અને મેઈન્ટેનન્સની કામગીરી હાથ ધરાશે. તેમજ જરૂરિયાત મુજબના પાણીનો સંગ્રહ કરવા તથા કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરાઈ છે. આ દરમિયાન નવો બટરફ્લાય વાલ્વ મૂકવા માટે પણ આયોજન કરવામાં આવશે. તેમજ પાંચ ઝોનમા 11 લાખ લોકોને પાણી પુરવઠાની અસર થશે.

મળતી માહિતી મુજબ, 12 નવેમ્બરના રોજ સુરત પાલિકાના વરાછા ઝોન, સરથાણા ઝોન, સેન્ટ્રલ ઝોન, લિંબાયત ઝોન અને ઉધના ઝોન વિસ્તારના લોકોને પાણી પુરવઠો મળશે નહીં. તેમજ મહાનગરપાલિકાનાં વાલક ઇન્ટેક્વેલ ખાતે HT સ્વીચ યાર્ડમાં રીપેરીંગ અને મેઈન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવશે. વાલક ઇન્ટેક્વેલથી સીમાડા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તરફ જતી અને ડીંડોલી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તરફ જતી 1500 મીમી વ્યાસની MS લાઇનોને જોડતી 1000 મીમી વ્યાસની નળીકા પર નવો બટરફ્લાય વાલ્વ મૂકવા માટે પણ આયોજન કરવામા આવ્યું છે.

આ ઉપરાંત આ 5 ઝોનમા 11 લાખ લોકોને પાણી પુરવઠાની અસર થશે.  તેમજ દિવસ દરમિયાન જે લોકો આ ઝોનમાં વસવાટ કરે છે એવા લોકોને પણ અસર થશે. તેથી લોકોને જરૂરિયાત મુજબના પાણીનો સંગ્રહ કરવા તથા લોકોને કરકસરપૂર્વક પાણીનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે.

ભાવેશ ઉપાધ્યાય 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.