- વનના કટ આઉટ સામે પડ્યો મસમોટો ભુવો
- પાલિકાએ લોકોને પાતાળ લોક મોકલવા માટેની કરી વ્યવસ્થા લોકોએ કર્યા આક્ષેપ
સુરત ખાતે રસ્તા પર પડતાં ભૂવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આજે અઠવાગેટ વિસ્તારમાં પાલિકા દ્વારા મૂકવામાં આવેલા વનના કટ આઉટ સામે જ મસમોટો ભુવો પડ્યો હતો. પાલિકાએ લોકોને પાતાળ લોક મોકલવા માટેની વ્યવસ્થા કરી છે તેવા લોકોએ આક્ષેપો કર્યા હતા. તેમજ થોડા સમય પહેલાં જ અત્યાધુનિક ટેક્નોલોજી સાથે રોડ બનાવવામાં આવ્યો હોવાના લોકોએ દાવા કર્યા હતા.
આ અંગે મળતી માહિતી અનુસાર, આજે અઠવાગેટ વિસ્તારમાં પાલિકા દ્વારા મૂકવામાં આવેલા સુરત નંબર વનના કટ આઉટ સામે જ મસમોટો ભુવો પડ્યો હતો. કાર સમાઈ જાય તેવો મોટો ભુવો પડતાં લોકોએ કહ્યું કે, પાલિકાએ લોકોને પાતાળ લોકો મોકલવા માટેની આ વ્યવસ્થા ભ્રષ્ટાચારના ભોગે કરી છે. આ સાથે j ટ્રાફિક જે સમયે હોય ત્યારે જ ભુવો પડ્યો હતો. જેના પગલે પાલિકા દ્વારા બેરિકેટિગ કરવામાં આવ્યું હતું. જો કે એક તરફ મેટ્રોની કામગીરી અને બીજી તરફ રોડ પર ભુવો પડતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાની ફરજ પડી હતી.
ત્યારે આ નાગે લોકોએ ભુવાનું નિરીક્ષણ કરીને કહ્યું કે, થોડા સમય પહેલાં જ અત્યાધુનિક ટેક્નોલોજી સાથે રોડ બનાવવામાં આવ્યો હોવાના દાવા કરવામાં આવ્યા હતાં. જો કે, આ ભુવો ભ્રષ્ટાચાર થયો હોવાની વાતને ઉજાગર કરી રહ્યો છે. ત્યારે ભ્રષ્ટાચારના આ ભુવામાં કોઈ સમાઈને પાતાળ લોકો પહોંચી જાય તેવા રસ્તા પાલિકા દ્વારા બનાવવામાં આવ્યા છે. જેથી પાલિકા દ્વારા આ ભ્રષ્ટાચાર આચરનારા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય તે જરૂરી છે.