સુરત સમાચાર
સુરત વડતાલ ધામ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ મંદિર રૂસ્તમબાગ દ્વારા પંચાબદી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે . આ મહોત્સવ અંતર્ગત વિવિધ આયોજનની સાથે શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી ગોપીનાથજી મહારાજ અને શ્રી રાધિકાજીની પૂન:પ્રાણ પ્રતિષ્ઠા નું પણ આયોજન કરવામાં આવ્યું છે . આ પંચાબ્દિ મહોત્સવ આગામી તારીખ 10મી ડિસેમ્બરને રવિવારથી પ્રારંભ થશે .
જે આગામી તારીખ 14 ડિસેમ્બર ના રોજ પૂર્ણ થશે ત્યારે આ મહોત્સવ અંતર્ગત પ્રાણ પ્રતિષ્ઠાની સાથોસાથે શ્રીમદ સત્સંગી જીવન જ્ઞાનયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે . જેમાં વક્તા પૂજ્ય શ્રી સત્સંગભૂષણદાસજી સ્વામી અને ન્યાલકરણદાસજી સ્વામીના કંઠે સત્સંગી જીવન અને ભક્તિમય જીવનની ગાથા લોકો સાંભળશે અને ભક્તિનું ભાથું બાંધશે. આ મહોત્સવ અશ્વિનીકુમાર રોડ ખાતે આવેલ જળક્રાંતિ મેદાનમાં યોજાનાર છે ત્યારે આ મહોત્સવની સાથોસાથે રૂસ્તમબાગ મંદિર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જીવની પર પ્રદર્શન યોજવામાં આવ્યું છે જેનો પણ ભાવિક ભક્તો લાભ લઇ શકશે.