- બેંકની કીટો દુબઈ ખાતે મોકલનાર કેતનની ભાવનગરથી ધરપકડ
- આરોપી પાસેથી વિવિધ બેંકના ક્રેડિટ કાર્ડ, પાસબુક અને ચેકબુક મળી આવ્યા
- સુરત સાઈબર સેલ દ્વારા કરાઈ ધરપકડ
- 5 આરોપીઓની અગાઉ થઇ હતી ધરપકડ
- મુખ્ય ટ્રાન્ઝેક્શન કરનાર કેતન ઝડપાયો
- રેડ દરમિયાન આરોપીના ઘરેથી કીટ મળી આવી
ચાઈનીઝ ગેંગ દ્વારા ભારતભરમાં 114 કરોડ રૂપિયાના સાઈબર ફ્રોડની ઘટનામાં સુરત સાયબર સેલે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આ કૌભાંડમાં સામેલ કેતન વેકરીયાની ધરપકડ કરવામાં આવી છે. આરોપી કેતન ચાઈનીઝ ગેંગના દાખલ થયેલા ગુનામાં બેંકની કીટો દુબઈ ખાતે મુખ્ય આરોપીને આપતો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં તે બેંક એકાઉન્ટ હોલ્ડર પણ છે તેની ભાવનગરથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેની ઉપર ક્રાઈમ બ્રાન્ચ અને સાઇબર ક્રાઇમમાં ચાર જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. તેની પાસેથી અલગ અલગ બેંકના ક્રેડિટ કાર્ડ, પાસબુક અને ચેકબુક પણ મળી આવ્યા છે. અલગ અલગ બેંકમાં ફ્રોડના પૈસા ટ્રાન્સફર કરી અત્યાર સુધીમાં 114 કરોડ રૂપિયાના કોભાંડ આચાર્ય છે.
મળતી માહિતી અનુસાર; સુરતમાં ચાઈનીઝ ગેંગ દ્વારા ભારતમાં 114 કરોડ રૂપિયાના સાઈબર ફ્રોડની ઘટનામાં સુરત સાયબર સેલે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આ કૌભાંડમાં સામેલ કેતન પોપટભાઈ વેકરીયા ની ધરપકડ કરવામાં આવી છે. આરોપી કેતન ચાઈનીઝ ગેંગના દાખલ થયેલા ગુનામાં બેંકની કીટો દુબઈ ખાતે મુખ્ય આરોપીને આપતો હતો એટલું જ નહીં તે બેંક એકાઉન્ટ હોલ્ડર પણ છે તેની ધરપકડ ભાવનગરથી કરવામાં આવી છે આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેની ઉપર ક્રાઈમ બ્રાન્ચ અને સાઇબર ક્રાઇમમાં ચાર જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. તેની પાસેથી અલગ અલગ બેંકના ક્રેડિટ કાર્ડ, પાસબુક અને ચેકબુક પણ મળી આવ્યા છે.
ભારત દેશમાં સાયબર ક્રાઇમ આચરતી આંતરરાષ્ટ્રીય ચાઈનીઝ ગેંગના ગુનામાં બેંકની કીટો દુબઈ ખાતે પૂરી પાડતાં નાસ્તા ફરતા મુખ્ય આરોપી મિલન અને વિવેકને આપનાર આરોપી કેતનની સુરત સાયબર સેલે ધરપકડ કરી છે. આ કૌભાંડમાં છેલ્લા એક વર્ષથી ગુનો દાખલ થયો છે ત્યાં સુધી અલગ અલગ એકાઉન્ટ ધારકોને લોભલાલ જ આપી છેતરપિંડી થી અલગ અલગ બેંકમાં જણાવ્યા મુજબ મોટા પ્રમાણમાં બેન્ક એકાઉન્ટ ખોલાવી એકાઉન્ટ ધારકો પાસેથી નવા બેન્ક એકાઉન્ટ કીટ તથા એકાઉન્ટમાં રજીસ્ટર્ડ કરાવેલ મોબાઈલ નંબરના સીમકાર્ડ મેળવી દુબઈ કેતન મોકલતો હતો. દુબઈમાં બેસીને મિલન અને વિવેક મલ્ટીપલ બેંક એકાઉન્ટથી ટ્રાન્જેક્શન કરતા હતા અને તેને ક્રિપ્ટો કરન્સીમાં બદલીને ચાઈનીઝ ગેંગને આપતા હતા. દેશના જરૂરીયાત મંદ લોકો પાસેથી જે પણ બેંક એકાઉન્ટ ખોલાવતા હતા તેને ઇન્ટરનેટ બેન્કિંગ માટે યુઝર નેમ અને પાસવર્ડ બનાવી ખોટી કિંમતી જામીનગીરીઓ ઊભી કરી ખોટા ઇલેક્ટ્રોનિક ફૂટ લેખનવાલા દસ્તાવેજો ઉભા કરી તે દુબઈ ખાતે મોકલવામાં આવતા હતા. જેના આધારે કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ બેન્કિંગમાં લોગીન કરી કેનેરા બેન્કના કુલ 261 એકાઉન્ટમાં સાયબર ફ્રોડના 77,55,29,020 વ્યવહારો કરાવી તે બેંક એકાઉન્ટમાંથી અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી તથા એટીએમ કાર્ડ દ્વારા ડ્રો કરી દેતા હતા. આવી જ રીતે અલગ અલગ બેંકમાં ફ્રોડ ના પૈસા ટ્રાન્સફર કરી તેઓએ અત્યાર સુધીમાં 114 કરોડ રૂપિયાના કોભાંડ આચાર્ય છે..
મિલન અને વિવેક અત્યાર સુધી વોન્ટેડ છે જ્યારે સુરતમાં આ સમગ્ર કોભાંડ આચરનાર હિરેનની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ હવે કેતન વેકરીયા ની ધરપકડ કરવામાં આવી છે. કેતન ગુનાહિત ઈતિહાસ ધરાવે છે તેની ઉપર વર્ષ 2022 માં ક્રાઈમ બ્રાન્ચ, વર્ષ 2024 માં સાઈબર ફ્રોડ ના ત્રણ ગુના નોંધાઈ ચૂક્યા છે.. એની ધરપકડ ભાવનગરથી કરવામાં આવી છે.
આ કૌભાંડમાં કેતન વેકરીયા દુબઈ ખાતે રહેતા મુખ્ય આરોપી મિલન દરજીના કહેવા મુજબ અલગ અલગ એકાઉન્ટ હોલ્ડરને તેના દલાલો મારફતે લોભાવની વાતો કરી 10 હજાર થી લઈ 15 હજાર રૂપિયા સુધી કમિશન આપી તેઓ પાસે અલગ અલગ બેંકો જેમાં ખાસ કરીને કેનેરા બેન્ક, યુકો બેંક, જમ્મુ એન્ડ કાશ્મીર બેંક, ઇન્ડિયન બેંક, પંજાબ બેંક, આઈ ડી એફ સી બેન્કમાંથી સેવિંગ એકાઉન્ટ ખોલાવી ભાડેથી એકાઉન્ટ વાપરવા માટે એકાઉન્ટ કીટો મેળવી અગાઉ ધરપકડ કરવામાં આવેલા આરોપી જલ્પેશ મારફતે સુરત ઓફિસ રાખીને એકાઉન્ટ એક્ટિવ કરાવવા માટેનો કામ કરતો હતો જેમાં અન્ય એક આરોપી જલ્પેશ નડિયાદરા સામેલ છે. અગાઉ પકડાયેલા આરોપી અજય મારફતે તે આ કીટો દુબઈ પહોંચાડતો હતો..
આરોપી કેતન પાસેથી પોલીસે અલગ અલગ બેંકના 34 જેટલા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ કબજે કર્યા છે. જ્યારે અલગ અલગ બેંકના 18 પાસબુક અને પાંચ ચેકબુક તેની પાસેથી મળી આવ્યા છે. અગાઉ આ મામલે સુરત સાયબર સેલે અજય ઇટાલીયા, જલ્પેશ નડિયાદરા, વિશાલ ઠુમ્મર, હિરેન બરવાળીયા સહિત બ્રિજેશ ઇટાલીયા ની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે આ સમગ્ર મામલે મિલન અને વિવેક દુબઈમાં હોવાના કારણે વોન્ટેડ છે.