Surat : ખાતે હીરાના વેપારીઓ ચિંતામાં પડ્યા છે. હોંગકોંગ અને મુંબઈમાં ઓફિસ ધરાવતા ઉત્તર ગુજરાતના વેપારીએ ઉઠમનું કરતા સરકાર દ્વારા તેમના અકાઉનટ ફ્રીસ કરવામાં આવ્યા છે.  આમ જ રૂપિયા 500 કરોડમાં ઉઠામણું કરિયાની ચર્ચાએ નાના વેપારીઓના નાણા ફસાયા હોવાનો દાવો દિનેશ નાવડિયાએ કર્યો છે.

આ સાથે મળતી વિગત અનુસાર, હોંગકોંગ અને મુંબઈમાં ઓફિસ ધરાવતા ઉત્તર ગુજરાતના વેપારીએ ઉઠમનું કરતા અન્ય વેપારીઓ ચિંતામાં પડ્યા હતા. કારણ કે ઉત્તર ગુજરાતના હીરા વેપારીએ 50 કરોડોમાં ઉઠમણું કર્યું છે. આ દરમિયાન સામી દિવાળીએ હીરા વેપારીના ઉઠમણાંના પગલે અન્ય હીરા વેપારીઓના નાણા ફસાયા હતા. તેનું સમર્થન સુરતના ડાયમંડ ઉદ્યોગનાગ્રણી દિનેશ નાવડીયા એ આપ્યું હતું. આ બાબતે સરકારે કડક કાયદો લાવવાની જરૂર છે.

આમાં ઉઠમણું કરનાર વેપારી તો હાથ ઊચા કરી દે છે, પરંતુ નાનો વેપારી આપઘાત સુધીનું પગલું ભરી લે છે. તેમજ વેપારી આર્થિક સ્થિતિમાં મુકાઈ જાય છે. ઉત્તર ગુજરાતના હીરા વેપારીના ઉઠામણાની અસર સુરતના હીરા ઉદ્યોગ પર થાય છે. આની અસર હીરાની બીજી બજારમાં વેપારીઓમાં અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે. આવા ઉથમણાને રોકવા સરકારે કડક કાર્યવાહી કરવાની જરૂર છે. આ સાથે આર્થિક મંદીમાંથી પસાર થતાં હીરા ઉદ્યોગનો લાભ લઈ આવા વેપારીઓ ઉઠામણું કરે છે. જેના કારણે નાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાય છે. આ દરમિયાન મંદીના માહોલનો લાભ ઉઠાવી ઉઠમણું કરી જનારા વેપારીઓ સામે કડક કાયદાની જરૂર છે.

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.