- નિલેશ કુંભાણીને મતદાન અગાઉ ખુલ્લી ચીમકી
- આવતીકાલે જો નિલેશ કુંભાણી મતદાન આપવા જશે તો તેને તેનું વળતર આપવામાં આવશે : કલ્પેશ બારોટ
સુરત ન્યૂઝ : સુરત લોકસભા બેઠક પરથી નાટકીય રીતે પોતાનું ફોર્મ રદ્દ થાય તેવી ગોઠવણ કરવાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી પર આરોપ લાગી રહ્યાં છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી ભૂગર્ભમાં ઉતરી ગયેલા નિલેશ કુંભાણીને લઈને કોંગ્રેસ વિરોધ કરી રહ્યો છે. ત્યારે આવતીકાલે નિલેશ કુંભાણી બારડોલી લોકસભા બેઠક માટે મતદાન આપવા જશે તેવી માહિતી કોંગ્રેસના નેતાઓને મળી છે. ત્યારે કોંગ્રેસના પ્રવક્તા કલ્પેશ બારોટએ કહ્યું કે, આવતીકાલે જો નિલેશ કુંભાણી મતદાન આપવા જશે તો તેને સારું એવું વળતર આપશે. લોકોનો મતદાનનો હક્ક છીનવનારને કોઈ હક્ક નથી મત આપવાનો.
નિલેશ કુંભાણી, તેના ટેકેદારો અને જિલ્લા કલેકટર સામે ફરિયાદ દાખલ કરવા કોંગ્રેસે સુરત CPને આપી અરજી
લોકસભાની સુરત બેઠક માટે કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવાર નિલેશ કુંભાણી, તેના ટેકેદારો અને જિલ્લા કલેકટર સામે ફરિયાદ દાખલ કરવા અંગેની એક અરજી સુરત પોલીસ કમિશનરને કરવામાં આવી છે. કોંગ્રેસના કાર્યકર્તા અશોક સદાશિવ પીપળેએ સુરત પોલીસ કમિશનરને અરજી કરી છે, જેમાં માંગ કરવામાં આવી છે કે, નિલેશ કુંભાણી, તેના ટેકેદારો અને કલેકટર સામે ફરિયાદ દાખલ કરવી જોઈએ. આ અંગે સુરત પોલીસ કમિશનરે જણાવ્યું છે કે, સમગ્ર મામલે યોગ્ય તપાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ભાવેશ ઉપાધ્યાય