• ગુજરાત હાઈકોર્ટમાં નારાયણ સાંઈએ આસારામની મુલાકાત લેવા કરી અરજી
  • 5 લાખ રૂપિયાની ડિપોઝિટ સરકારી તિજોરીમાં જમા કરાવવાની રહેશે

સુરત ખાતે દુષ્કર્મ કેસમાં સજા કાપી રહેલાં નારાયણ સાંઈને વૃદ્ધ પિતા આસારામને જોધપુર જેલમાં મળવા જવા પરવાનગી મળી ગઈ છે.આસારામની વૃદ્ધાવસ્થાને જોતા ગુજરાત હાઈકોર્ટમાં નારાયણ સાંઈએ મુલાકાત લેવા અરજી કરી હતી. જેની ઉપર ડબલ જજની બેન્ચ દ્વારા હકારાત્મક પ્રતિક્રિયા આપી દેવાઈ છે.તેમજ 4 કલાક જોધપુર જેલમાં નારાયણ સાંઈ તેના પિતા આસારામને મળશે. ખર્ચ પેટે પહેલા 5 લાખ રૂપિયાની ડિપોઝિટ સરકારી તિજોરીમાં જમા કરાવવાની રહેશે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, દુષ્કર્મ કેસમાં સુરત જેલમાં સજા કાપી રહેલાં નારાયણ સાંઈને વૃદ્ધ પિતા આશારામને જોધપુર જેલમાં મળવા જવાનો માર્ગ મોકળો થયો છે. પુત્ર અને પિતા 11 વર્ષથી મળ્યા નથી. આશારામની વૃદ્ધાવસ્થાને જોતા ગુજરાત હાઈકોર્ટમાં નારાયણ સાંઈએ આસારામની મુલાકાત લેવા 30 દિવસના હંગામી જામીન માંગ્યા હતા. જેમાં જણાવાયું હતું કે, આસારામ 86 વર્ષના છે. તેઓ વૃદ્ધાવસ્થા સંબંધી તકલીફોથી પીડાઈ રહ્યા છે. તેઓ જોધપુર જેલમાં બંધ છે. પહેલા તેમને જોધપુર AIMSમાં દાખલ કર્યા હતા. પછી એક આયુર્વેદિક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેની તબિયત બગડી રહી છે. હાર્ટ એટેક પણ આવેલા છે. એન્જીયોગ્રાફીમાં તેની બે વેઇન 90 ટકા બ્લોક બતાવતી હતી. તેનું હિમોગ્લોબીન ઓછું અને ઇન્ટરનલ બ્લિડિંગ પણ થયું હતું. તે ડાયાબિટીસ અને બ્લડપ્રેશરથી પીડિત છે. પુત્ર અને પિતા 11 વર્ષથી મળ્યા નથી. આ અરજી ઉપર ડબલ જજની બેન્ચ દ્વારા માનવતા દાખવતા હકારાત્મક પ્રતિક્રિયા અપાઈ હતી.

જેથી તેઓને એક ACP અને પાંચ પોલીસકર્મીના જાપ્તામાં લઈ જવાશે કોર્ટ હંગામી 30 દિવસના જામીન આપવા સહમત નહોતી. જેથી કોર્ટે આદેશ કરતા નારાયણ સાંઈને ફ્લાઇટ દ્વારા સુરતથી જોધપુર જેલ ખાતે પોલીસ જાપ્તામાં બાય ફ્લાઇટ લઈ જવાશે. જેમાં એક ACP, એક PSI, 2 હેડ કોન્સ્ટેબલ અને 2 કોન્સ્ટેબલ સામેલ થશે. આ તમામ ખર્ચ નારાયણ સાંઈ દ્વારા ચૂકવવામાં આવશે. ખર્ચ પેટે પહેલા 5 લાખ રૂપિયાની ડિપોઝિટ સરકારી તિજોરીમાં જમા કરાવવાની રહેશે. નારાયણ સાંઈ આશારામને 4 કલાક સુધી જોધપુર જેલમાં મળી શકશે. પિતા-પુત્ર સિવાય અન્ય કોઈ વ્યક્તિ બંનેને મળી શકશે નહીં. સમય અને દિવસ ઓથોરિટી દ્વારા નક્કી કરવામાં આવશે. 7 દિવસની અંદર નારાયણ સાંઈ ડિપોઝિટ જમા કરાવશે. ઓર્ડરની કોપી જેલ ઓથોરિટીને ફેક્સ અને ઇ-મેઈલ દ્વારા મોકલવામાં આવશે.

આ સાથે સરકારે સાંઈના ફોલોઅર્સના વર્તનને લઈને ચિંતા વ્યકત કરી અગાઉ નારાયણ સાંઈની અરજીમાં સરકાર તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, આ બાબતે જુદી-જુદી તપાસ સંસ્થાઓના અહેવાલ સમર્થનમાં નથી. સરકારે નારાયણ સાંઈની મુસાફરી સામે વાંધો લીધો હતો. નારાયણ સાંઈના ફોલોઅર્સના વર્તનને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. અગાઉ ગુજરાતમાં નકારાત્મક બનાવ બની ચૂક્યા હોવાનું કોર્ટને જણાવાયુ હતું. સાથે જ કાયદો વ્યવસ્થા કથળવાની વાત રજૂ કરાઈ હતી. સરકારી વકીલે આસારામનો મેડિકલ રિપોર્ટ માંગવા કોર્ટને રજૂઆત કરી હતી. સરકારી વકીલે જણાવ્યું હતું કે, અગાઉ નારાયણ સાંઈ માતાના ખોટા મેડિકલ સર્ટિફિકેટ બનાવી ચૂક્યો છે. નારાયણ સાંઈના અનુયાયીઓને ખબર પડતાં લોકોના ટોળા જામશે, આરોપીની સુરક્ષા પણ જોવાની હોય છે.જો કે નારાયણ સાંઈના વકીલે આશ્વાસન આપ્યું હતું કે, નકારાત્મક ઘટના નહીં બને, નહીંતર તે અરજદારના ભવિષ્યની કાનૂની પ્રક્રિયા ઉપર નકારાત્મક અસર કરશે.

ત્યારે નારાયણ સાંઇ કરતા આશારામના અનુયાયીઓ વધુ કોર્ટે કહ્યું હતું કે, આશારામને જોધપુરથી મહારાષ્ટ્ર સારવાર માટે લઈ જવાયા હતા. નારાયણ સાંઇ કરતા આશારામના અનુયાયીઓ વધુ છે, તેમ છતાં કોઈ નકારાત્મક ઘટના બની નહોતી. અરજદાર જ ફ્લાઈટ અને પોલીસ જાપ્તાનો ખર્ચ ઉઠાવશે. આશારામની સજા સસ્પેન્ડ કરવાની અરજી આ કોર્ટ નકારી ચૂકી છે. આશારામ ઘરડા થયા છે, વૃદ્ધાવસ્થાથી તેમની તબિયત સારી નથી, જેથી પુત્ર મળવા માંગે છે. સુરતથી જોધપુર ફલાઈટમાં જવાનું છે. કોર્ટના ઓર્ડર બાદ સમય અને દિવસ સરકાર નક્કી કરશે. આ માટે કોર્ટ કહે તેટલી ડિપોઝિટ પોલીસમાં નારાયણ સાંઈ જમાં કરાવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.