• આ અંગે પોલીસને ખાતાના માલિકે જાણકારી આપી
  • આરોપી અર્જુન કેવટની પત્ની સાથે જયેશ દેશરાજનો હતો પ્રેમ સંબંધ

સુરતના લસકાણા વિસ્તારમાં આવેલી ઇન્ડસ્ટ્રીમાં હત્યા કરાયેલી એક યુવકની લાશ મળી આવી હતી. સરથાણા પોલીસે આ ઘટના અંગે તપાસ કરતા ગણતરીના કલાકોમાં હત્યારાની ધરપકડ કરી હતી.આ અંગે પોલીસને ખાતાના માલિકે જાણકારી આપી હતી. ખાતાના માલિક રમેશ વઘાસીયાએ પોલીસને જણાવ્યું હતું કે અગાઉ તેમના ખાતામાં નોકરી કરતા આરોપી અર્જુન કેવટની પત્ની સાથે જયેશ દેશરાજનો પ્રેમ સંબંધ હતો. અવારનવાર મૃતક જયશંકર આરોપીની પત્ની સાથે ફોન પર વાતચીત કરતો હતો જે બાબતે અગાઉ પણ ખાતામાં બોલાચાલી થઈ હતી.

આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, સુરતના લસકાણા વિસ્તારમાં આવેલી કૃષ્ણનગર ઇન્ડસ્ટ્રીમાં હત્યા કરાયેલી એક યુવકની લાશ મળી આવી હતી. સરથાણા પોલીસે આ ઘટના અંગે તપાસ કરતા ગણતરીના કલાકોમાં હત્યારાની ધરપકડ કરી હતી. લસકાણાના ખાતા નંબર 146-147 માં હત્યા થઈ હતું. આ અંગે પોલીસને ખાતાના માલિકે જાણકારી આપી હતી. ખાતાના માલિક રમેશ વઘાસીયાએ પોલીસને જણાવ્યું હતું કે અગાઉ તેમના ખાતામાં નોકરી કરતા આરોપી અર્જુન કેવટની પત્ની સાથે જયેશ દેશરાજનો પ્રેમ સંબંધ હતો. અવારનવાર મૃતક જયશંકર આરોપીની પત્ની સાથે ફોન પર વાતચીત કરતો હતો જે બાબતે અગાઉ પણ ખાતામાં બોલાચાલી થઈ હતી.

ત્યારે આરોપી અર્જુન જયશંકર સાથે તે દિવસે પણ આ જ બાબતે ઝઘડો કર્યો હતો. ઝઘડો ઉગ્ર બનતા અર્જુનને જયશંકરે બોથડ પદાર્થ વડે માર મારી અને ગળાના ભાગે પગથી દબાવી હત્યા કરી ભાગી ગયો હતો પોલીસે આજુબાજુના સીસીટીવી કેમેરા ની તપાસ હાથ ધરી આરોપી અર્જુનની કામરેજથી ધરપકડ કરી હતી. આરોપી અર્જુન મૂળ ઉત્તર પ્રદેશના ફતેપુર નો રહેવાસી છે જ્યારે મૃતક જયશંકર પણ ઉત્તર પ્રદેશના આલમપુરનો રહેવાસી હતો. બંને લસકાણા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં નોકરી કરતા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.