સુરતના કતારગામ વિસ્તારમાં એક હત્યાની ઘટના સામે આવી છે. ગાડી સાઈડમાં કરવાની નજીવી બાબતે માથાકૂટ થયા બાદ યુવક પર પીકપ વાન ચડાવી દેવામાં આવી હતી. એટલે થી પણ ન અટકતા યુવકને 150 મીટર જેટલો ઢસડવામાં આવ્યો હતો. જેના પગલે તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. હાલ તો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે.
મળતી માહિતી પ્રમાણે સુરતના કતારગામ વિસ્તારમાં જીતેન્દ્ર કંથારિયા નામના આધેડ પરિવાર સાથે રહેતા હતા . ગત્રોજ કતારગામ વિસ્તારમાં આવેલા રત્નમાલા સર્કલ નજીક ગાડી લઈને ગયો હતો. દરમિયાન મયુર મેર નામના યુવક સાથે તેનો ગાડી સાઈડમાં કરવા બાબતે ઝઘડો થયો હતો. પહેલા બોલા ચાલી સાથે શરૂ થયેલો ઝઘડો ઉગ્ર બની ગયો હતો. મયુર મેર એટલો ઉશ્કેરાઈ ગયો હતો કે તેણે જીતેન્દ્રને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
ઉશ્કેરાઈ ગયેલા મયુરે જીતેન્દ્ર પર પીક અપ વાન ચડાવી દીધી હતી. જેના કારણે જીતેન્દ્ર પીકઅપ વાનના આગળના ટાયરની નીચે આવી ગયો હતો. ત્યારબાદ મયુરે પીક અપ વાનને ફુલ સ્પીડમાં દોડાવી હતી. જેના કારણે જીતેન્દ્ર પીકપની આગળના ટાયરની નીચે 150 મીટર જેટલો ઢસડાયો હતો. આ ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અને પીક અપ વાનનો પણ પીછો કરીને જીતેન્દ્રને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
પીકઅપ વાનની નીચે ઢસડાતા યુવકને જોઈને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. જેના પગલે કેટલાક લોકો તો પીક અપ વાનને અટકાવવા માટે આડા ઊભા રહી ગયા હતા. દરમિયાન જીતેન્દ્રને બહાર કાઢી લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ મયુર ફુલ સ્પીડમાં પીકઅપ વાનને લઈને ભાગી જવામાં સફળ થયો હતો. જોકે આ ઘટનાના પગલે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી મયુરને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો છે. હાલ તો આ મામલે કતારગામ પોલીસમાં ગુનો નોંધીને વધુ તપાસ કરવામાં આવી છે.
આ હત્યાની સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ જવા પામી છે. જેમાં જોઈ શકાય છે કે જીતેન્દ્ર પીક અપ વાનના જમણી સાઇડના આગળના ટાયર નીચે ફસાયેલો હોય છે અને ઢસડા તો આવતો હોય છે. લોકો પીકઅપ પાનનો પીછો પણ કરે છે અને ત્યારબાદ તેને બચાવવાનો પ્રયાસ કરે છે. જીતેન્દ્રને પીકઅપ વાનની નીચેથી બહાર કાઢી લેવામાં આવે છે ત્યારબાદ મયુર પીકઅપ પણ લઈને ફરાર થઈ જાય છે.
વરિયાવ તાડવાડી વિસ્તારમાં 57 વર્ષીય મૃતક જીતેન્દ્ર વિશ્રામ કંથારિયા પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પત્ની, બે દીકરા, એક દીકરી પરિણીત છે. જીતેન્દ્ર બેંક ઓફ બરોડા બેંકમાં પ્યુન તરીકે ફરજ બજાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જીતેન્દ્ર ગતરોજ દીકરાને નોકરી પરથી લઈને ઘરે જતા હતા. દરમિયાન કતારગામ રત્નમાલા સર્કલ નજીક પીકપ વાન સાઈડમાં કરવાને લઈને બોલા ચાલી થયા બાદ તેમની પર પીકઅપ વાન ચડાવીને હત્યા કરી દેવામાં આવી હતી.
મૃતકના સંબંધી હિરેન કંથારિયાએ જણાવ્યું હતું કે, જીતેન્દ્રભાઈ આ પિકઅપ વાંચ ચાલકને માત્ર સમજાવવા માટે ગયા હતા. માત્ર હજુ ટકોર જ કરી હતી ત્યાં જ ઉશ્કેરાઈ ગયેલા મયુરે તેમની પર પીકઅપ વાન ચડાવી દીધી હતી અને 100 થી 150 મીટર જેટલા ઢસડયા હતા. પુત્રની નજર સામે જ પિતાનું મોત નીપજ્યું હતું. આ મોત નહીં પણ હત્યા જ કરવામાં આવેલી છે. માત્ર ટકોર કરવા ને લઈને કરપીણ હત્યા કરાય છે.
વધુમાં જણાવ્યું હતું કે, પીકઅપ વાનનો ચાલક માથાભારે હોય તે રીતે આ હત્યા કરી છે. ચોથી 150 મીટર સુધી ઢસડવાના કારણે જીતેન્દ્રના શરીર પરથી ઘસાવાના કારણે કપડા પણ ફાટી ગયા હતા. માથા સહિતના ભાગે ઇજા ના પગલે ઘટના થયું હતું. આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી પરિવારની માંગ છે. આરોપીને ફાંસીની સજા થવી જોઈએ.
આ મામલે કતારગામ પોલીસમાં એટ્રોસિટી હત્યા અને હિટ એન્ડ રનનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હાલ તો કતારગામ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય