બોગસ ડોક્યુમેન્ટ આપતા આકરૂં પગલું લેવાયું: તમામ દસ્તાવેજની ચકાસણી કરવા કોર્પોરેશન સમક્ષ ગાયત્રીબા વાઘેલાની માંગ

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ રાજપથ લિમીટેડમાં કંડક્ટર પૂરા પાડવાની કામગીરી કરતી અલ્ટ્રા મોર્ડન એજન્સીને તાજેતરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા બોગસ દસ્તાવેજ રજૂ કરવાના મામલે બ્લેક લીસ્ટ કરવામાં આવી છે. રાજકોટમાં પણ જ્યારથી આ એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે ત્યારથી અનેક ફરિયાદો ઉઠી રહી છે. આવામાં આ એજન્સીએ કોન્ટ્રાક્ટ મેળવવા માટે રજૂ કરેલા તમામ દસ્તાવેજની ચકાસણી કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા દ્વારા માંગણી કરવામાં આવી છે.

મ્યુનિ.કમિશનરને લખેલા પત્રમાં તેઓએ જણાવ્યું છે કે સિટી બસમાં કંડક્ટર સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ જ્યારથી અલ્ટ્રા મોર્ડન એજન્સીને સોંપવામાં આવ્યો છે ત્યારથી અનેક ફરિયાદો ઉઠી રહી છે. ટેન્ડરની શરત મુજબ સંતોષકારક કામગીરી કરી નથી. જેના કારણે જનતાએ ભારે હેરાનગતિ ભોગવવી પડે છે. તાજેતરમાં એવું આ એજન્સીનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. જેમાં એજન્સીએ સુરત મહાનગરપાલિકામાં સિક્યુરિટોનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે બોગસ દસ્તાવેજો રજૂ કર્યા હતા. જેના કારણે તેને બ્લેક લીસ્ટ કરવામાં આવી હતી.ત્યારે હવે રાજકોટ કોર્પોરેશને પણ દસ્તાવેજની ચકાસણી કરી લેવી જોઇએ.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.