સીએમ ડેસબોર્ડ મારફતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સિવિલ હોસ્પિટલની વર્ચ્યુઅલ મુલાકાત લીધી: દર્દીઓ, ડોકટરો અને નર્સીંગ સ્ટાફ સાથે સંવાદ કર્યો
એક સપ્તાહમાં રાજકોટનું એક પણ ઘર ધનવંતરી રથ સેવાથી વંચિત નહીં રહે: મુખ્યમંત્રીનો વિશ્વાસ
વૈશ્ર્વિક મહામારી કોરોનાને પગલે જે અફરા-તફરી મચી છે. ત્યારે ગુજરાત રાજ્યમાં રાજકોટ ખાતે હાલ કોરોનાના કેસોની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસોનો ટ્રેન્ડ ઘટે તે માટે અનેકવિધ અમદાવાદના નામાંકીત ડોકટરોને રાજકોટ ખાતે મોકલ્યા છે. જેમાં આરોગ્ય સચિવ જયંતી રવિ સહિતના ઉચ્ચ અધિકારીઓ રાજકોટમાં ફરજ બજાવી રહ્યાં છે. આજરોજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સિવિલ હોસ્પિટલની વર્ચ્યુઅલ મુલાકાત લીધી હતી અને ડોકટરો દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે પણ વિગતવાર માહિતી એકત્રીત કરી હતી. આ વર્ચ્યુઅલ મુલાકાતમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલ અને વરિષ્ઠ આઈએએસ અધિકારી કે.કૈલાશનાથન પણ ઉપસ્થિત રહ્યાં હતા.
સીએમ ડેસબોર્ડ મારફતે રાજકોટ જિલ્લાની ડેડીકેટેડ હોસ્પિટલના કોરોના સંક્રમિત દર્દીઓ ડોકટર, નર્સ સહિતના લોકો સાથે સંવાદ કર્યો હતો. આ વર્ચ્યુઅલ સંવાદમાં રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે આરોગ્ય સચિવ જયંતી રવિ, સીનીયર આઈએએસ અધિકારી રાહુલ ગુપ્તા, મીલીન્દ તોરવણે અને કલેકટર રેમ્યા મોહનની સાથે મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ જોડાયા હતા. સંવાદનમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ સરકારી હોસ્પિટલમાં બેડ વધારવાની કામગીરીને હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ જે રીતે લોકો સિવિલ હોસ્પિટલની અવગણના કરી રહ્યાં છે તેના સંદર્ભે એ વાત સ્પષ્ટ છે કે, ખાનગી હોસ્પિટલની સરખામણીમાં સિવિલ હોસ્પિટલની કામગીરી ખુબ સારી રીતે કરવામાં આવે છે અને કોરોનાના દર્દી કે જે સિવિલ ખાતે તબીબી સારવાર લઈ ર્હયાં છે તેમને પણ કામગીરીને બિરદાવી છે.
રાજકોટની સિવિલ હોસ્પિટલને વધુ સારી અને સુદ્રઢ બનાવવા અમદાવાદથી પણ ડોકટરો રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવા આવી પહોંચ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટમાં કોરોનાના વધતા કેસોને અટકાવવા માટે સુરત મોડલને અપનાવવામાં આવ્યું છે.
સંવાદમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અનેકવિધ મુદ્દાઓ ઉપર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસો જે રીતે વધી રહ્યાં છે તે રીતે રાજકોટની સિવિલ હોસ્પિટલ પર ભારણ વધી રહ્યું છે. સરકાર હાલ મૃત્યુદરમાં ઘટાડો કેવી રીતે કરી શકાય તે માટેના પ્રોટોકોલ પણ જાહેર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં મૃત્યુદર કેવી રીતે ઘટી શકે તે માટે હાલ સુરતના પ્રોટોકોલને અનુસરવામાં આવ્યું છે. સરકાર દ્વારા જે કંટ્રોલરૂમ ઉભો કરવામાં આવ્યો છે તેનાથી કોઈપણ દર્દીને કોરોના ટેસ્ટ માટે સહેજ પણ હેરાન થવું નહીં પડે. બીજી તરફ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકારે જે રીતે ૧૦૪ સેવાને શરૂ કરી છે તેનાથી માત્ર એક જ કલાકમાં દર્દીને કોરોનાનો ટેસ્ટ થઈ શકશે. જેમાં કોર્પોરેશનના ડોકટરો સંક્રમિત લોકોના ઘરે જઈ તેની તપાસ પણ કરશે. વર્ચ્યુઅલ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, જે ડોકટરો સિવિલ હોસ્પિટલમાં સેવા બજાવી રહ્યાં છે અને તેમાં પણ સીનીયર એટલે કે વરિષ્ઠ ડોકટરોએ આઈસીયુમાં એક દિવસમાં બે વખત જવું ફરજિયાત છે. જેથી તેઓ દર્દી સાથે વાર્તાલાપ કરી તેમની પરિસ્થિતિ અંગે પણ માહિતગાર થઈ શકે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે ‘અબતક’ની પ્રશ્નોતરી
સીએમ ડેસ્કબોર્ડ મારફતે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પત્રકારો સાથે વર્ચ્યુઅલ વાતચીત કરી હતી. જેમાં ‘અબતક’ દ્વારા પુછવામાં આવેલા પ્રશ્ન જેમ કે, ડેથ ઓડિટ રિપોર્ટ સમયાંતરે જે મળવો જોઈએ તે મળતો નથી, તેના પ્રત્યુત્તરમાં વિજયભાઈ રૂપાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, હવે નિયમીત સમયમાં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓના આંકડા અધિકૃત રીતે મળવાપાત્ર થશે. બીજી તરફ તેઓએ ‘અબતક’ને માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટમાં ખાનગી હોસ્પિટલો ઓછી હોવાના કારણે નજીકના સમયમાં કેન્સર હોસ્પિટલ ખાતે કોવિડ અંગેની સારવારની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે. સુરત ખાતે કોરોના કેસો જે રીતે ઓછા થયા અને જે મોડલ અપનાવવામાં આવ્યું હતું તે મોડેલને હાલ રાજકોટ ખાતે અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. તેઓએ આશાવાદ વ્યકત કરતા ‘અબતક’ને જણાવ્યું હતું કે, એક સપ્તાહમાં જ રાજકોટના એકપણ ઘર ધનવંતરી રથની તપાસ વિના વંચિત નહીં રહે.
ખાનગી હોસ્પિટલમાં બેડની ઉપલબ્ધી અંગે હેલ્પલાઈન નંબરો જાહેર
કોરોના વાયરસની કામગીરીની સંદર્ભમાં રાજકોટ ખાતે આવેલા કોરોના માટે સારવાર આપતી ખાનગી હોસ્પિટલોમાં બેડ ઉપલબ્ધતા અંગે નાગરિકોને કોઈપણ સમયે માહિતી એકત્રિત કરવી હોય અથવા બેડની સમસ્યા ઉભી થઈ હોય તો કલેકટર કચેરીએ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે જેમાં પાંચ ટેલીફોન નંબર કાર્યરત રહેશે. આ ટેલીફોન લાઈન રાઉન્ડ ધ કલોક ચાલુ રહેશે. જેથી ટેલીફોન નંબરવાળી હેલ્પ લાઈન ૨ સપ્ટેમ્બર ૨૦૨૦ના સવારે ૬ કલાકથી કાર્યરત થઈ ગઈ હોવાથી નાગરિકો ખાનગી હોસ્પિટલમાં ઉપલબ્ધતા અંગે વિગતો મેળવી શકશે. જેના હેલ્પલાઈન નં.૯૪૯૯૮૦૪૦૩૮, ૯૪૯૯૮૦૬૪૮૬, ૯૪૯૯૮૦૧૩૩૪, ૯૪૯૯૮૦૬૮૨૮, ૯૪૯૯૮૦૧૩૮૩ છે.
કોરોનામાં ખાનગી હોસ્પિટલો બાબતે ઉદ્ભવીત થતી મુશ્કેલીઓને નિવારવા હેલ્પલાઈન શરૂ
કોરોના વાયરસની કામગીરીના સંદર્ભમાં કોવિડ-૧૯ની સારવાર આપતી ખાનગી હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને જે રીતે ફરિયાદ મુજબ મસમોટા બીલ ધાબડવામાં આવે છે તેના વિરોધમાં કંટ્રોલરૂમના હેલ્પ લાઈન નંબરો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પ્રાંત અધિકારી રાજકોટ શહેર-૧ના સિદ્ધાર્થ ગઢવીની નોડલ ઓફિસર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. રાઉન્ડ ધ કલોક ૨૪ કલાકની શિફટમાં કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા હેલ્પલાઈન નંબરોની સાથો સાથ ઈ-મેઈલની પણ જાહેરાત કરી છે. જેમાં હેલ્પલાઈન નંબર ૯૪૮૪૬૦૮૫૧૪, ૯૩૨૮૯૭૧૧૫૫
ઉપર ખાનગી હોસ્પિટલને લઈ ઉદભવીત થતી મુશ્કેલીને નિવારવા માટે સંપર્ક સાધી શકાશે. બીજી તરફ rajkotcovid19 [email protected] પર ઈ-મેઈલ મારફતે પણ ફરિયાદ કરી શકાશે.