દેશમાં વધી રહેલી મોબ લિંચિંગના વિરોધમાં એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.હઝરત ખ્વાજા દાના દરગાહ થી કલેકટર કચેરી,અઠવા લાઈન્સ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ પોલીસ દ્વારા માત્ર મક્કાઈ પૂલ સુધીની જ પરવાનગી આપવામાં આવી હતી.
તેમ છતાં રેલી ત્યાંથી આગળ વધવા માંગતી હતી. જેથી કાદરશાની નાળ પાસે પોલીસ અને રેલીમાં આવેલા લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.પોલીસ પર ટોળાએ પથ્થર મારો કરતા પોલીસે સ્વ બચાવમાં ટીયરગેસના સેલ છોડતા ટોળુ વિખેરાયું હતું. આ દરમિયાન બસમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.