- મિથુને DCP કક્ષાના અધિકારીના ID-પાસવર્ડ મેળવી માહિતી દિલ્હીની પ્રાઇવેટ કંપનીને વેચી હોવાનો આક્ષેપો
- મિથુન ચૌધરીની શોધખોળ કરવા માટે પોલીસ કમિશનરને પરિવારે કરી વિનંતી
સુરત શહેર પોલીસ વિભાગ DCP ઝોન 2માં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મિથુન ચૌધરીનું નામ માહિતી લીક કરવાના એક કૌભાંડમાં સામે આવ્યું હતું. મિથુન ચૌધરીએ અન્ય એક પોલીસ કોન્સ્ટેબલ સાથે મળી DCP કક્ષાના અધિકારીના ID અને પાસવર્ડ મેળવી તેમની માહિતી દિલ્હીની પ્રાઇવેટ કંપનીઓને વેચી હોવાનો આક્ષેપો કરાયા હતા. તેમજ આ મામલે દિલ્હી પોલીસ અઢી વર્ષ પહેલા મિથુનને પૂછપરછ માટે લઈ ગઈ હતી. ત્યારબાદ મિથુન ચૌધરી નામના કોન્સ્ટેબલને જવા દીધો હતો પરંતુ ત્યારથી કોન્ટેબલ મિથુન ચૌધરી ગાયબ હોવાને લઈ હવે તેનો પરિવાર સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યો હતો અને મિથુન ચૌધરીની શોધખોળ કરવા માટે પોલીસ કમિશનરને વિનંતી કરી હતી.
સુરત શહેર પોલીસ વિભાગ DCP ઝોન 2માં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મિથુન ચૌધરીનું નામ માહિતી લીક કરવાના એક કૌભાંડમાં સામે આવ્યું હતું. મિથુન ચૌધરીએ અન્ય એક પોલીસ કોન્સ્ટેબલ સાથે મળી DCP કક્ષાના અધિકારીના આઈડી અને પાસવર્ડ મેળવી તેમની માહિતી દિલ્હીની પ્રાઇવેટ કંપનીઓને વેચી હોવાનો આક્ષેપ હતો. આ મામલે દિલ્હી પોલીસ અઢી વર્ષ પહેલા મિથુનને પૂછપરછ માટે લઈ ગઈ હતી ત્યારબાદ મિથુન ચૌધરી નામના કોન્સ્ટેબલને જવા દીધો હતો પરંતુ ત્યારથી કોન્ટેબલ મિથુન ચૌધરી ગાયબ હોવાને લઈ હવે તેનો પરિવાર સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યો હતો અને મિથુન ચૌધરીની શોધખોળ કરવા માટે પોલીસ કમિશનરને વિનંતી કરી હતી.
સુરત પોલીસ વિભાગના DCP ઝોન-2માં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મિથુન ચૌધરી તેમજ કાપોદ્રા પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિપુલ કોટડિયાએ પોતાના જ પોલીસ વિભાગની માહિતી લીક કરવાનું કૌભાંડ આચર્યું હોવાનો એક મામલો સામે આવ્યો હતો. જેમાં DCP કક્ષાના અધિકારીઓના આઇડી અને પાસવર્ડ મેળવી તેમાંથી પોલીસના કોલ રેકોર્ડિંગ મેળવી લઇ તે ડેટા દિલ્હીની પ્રાઇવેટ જાસૂસી સંસ્થાને વેચવાનું કૌભાંડ કરાયું હતું. એક માહિતી પાસઓન કરવાના 25 હજાર બંને કોન્સ્ટેબલો મેળવતા હોવાના આક્ષેપ વચ્ચે દિલ્હી પોલીસ મિથુન ચૌધરીને ઊંચકી ગઇ હતી. તેની તપાસ બાદ દિલ્હી પોલીસે વિપુલની પણ ધરપકડ કરી હતી અને મિથુનને જવા દીધો હતો.
13/08/2022ના રોજ મિથુને દિલ્હી પોલીસથી બહાર નીકળ્યા બાદ પોતાનો મોબાઇલ સ્વિચ ઓફ કરી દીધો હતો અને ગુમ થઇ ગયો હતો. ત્યારબાદથી અઢી વર્ષ થયા છતાં પણ મિથુનનો કોઇ અત્તોપત્તો નહીં લાગતાં સુરતના પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. અગાઉ આ વાતને તત્કાલીન પોલીસ કમિશનર અજય તોમરે પણ ગંભીરતાથી લીધી હતી અને મિથુનને શોધવા કમિશનરને સુરત ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી હતી. આ તપાસમાં કાપોદ્રા પોલીસની ટીમ પણ જોતરાઇ હતી.
પોલીસના કહેવા પ્રમાણે મિથુન દિલ્હીથી નીકળ્યા બાદ અમદાવાદ સ્પોટ થયો હતો. જેને લઇ કાપોદ્રા અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ અમદાવાદ ગઇ હોવાની વિગતો મળી હતી. પણ ત્યારબાદ પણ પોલીસ કોન્સ્ટેબલનો કોઈ અતોપતો લાગ્યો નથી. પોલીસ કોન્સ્ટેબલ જલ્દીથી મળી જાય તેથી તેમના પરિવારના સભ્યોએ સુરત પોલીસ કમિશનરને ફરીથી આ બાબતે રજૂઆત કરી છે.
પોલીસ કોન્સ્ટેબલ મિથુન ચૌધરીનો પરિવાર આર્થિક મુશ્કેલીનો પણ સામલો કરી રહ્યો છે. પોલીસ કોન્સ્ટેબલને બે સંતાનો છે જે અભ્યાસ કરે છે અને છેલ્લા બે વર્ષ પોલીસ કોન્સ્ટેબલનો પગાર પણ પરિવારને મળ્યો ન હોવાના કારણે હાલ તેમનું પરિવાર આર્થિક સંકટમાં છે અને પોલીસ પાસે મદદની માગણી કરી રહ્યું છે.