- સ્ટરલાઈન વોટરમાં ડ્રગ્સ મિક્સ કરી સીરીંજનું વેંચાણ
- 12.540 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ત્રણ ઈસમોની ધરપકડ
- આરોપી જમીલ ખાન, તૌફીક જહાંગીર પટેલ, રેહાન રહેમાન ખાનની ધરપકડ
સુરતમાં એમડી ડ્રગ્સના સોદાગરોએ નવો પેંતરો અપનાવ્યો છે. જેમાં સ્ટરલાઇન વોટરમાં ડ્રગ્સ મિક્સ કરી સીરીંજનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું હતું. શહેર પોલીસે 1.25 લાખના ડ્રગ્સ સાથે જમીલ ખાન, તૌફીક જહાંગીર પટેલ, રેહાન રહેમાન ખાનની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી ચાર મોબાઈલ, પ્રવાહી ભરેલ પ્લાસ્ટિક 11 બોટલ, સિરીંજ સહિત 2.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ ટ્વીશા નામની મહિલા ડ્રગ્સ ડિલિવરી કરતી હોવાનું સામે આવ્યું હતું. ક્રાઈમ બ્રાંચે ત્રણ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અનુસાર માહિતી દરમિયાન, સુરતમાં પોલીસ રેડ પાડવા ગઈ અને સુરતનો ‘જમીલ ઉર્ફે જંગલી’ નામનો ડ્રગ્સ પેડલર ડ્રગ્સ વેચાણ કરવાની સાથે પોતે પણ નશાના રવાડે ચડેલો મળ્યો.
બંને હાથો હજારો ઇન્જેક્શનના નિશાનોથી ઘાયલ, આરોપી માત્ર ઇન્જેક્શન લેતો પીડિત નહિ, પણ ડ્રગ્સ વેચતો પેડલર પણ છે. તેમજ સુરત ક્રાઈમ બ્રાન્ચે રેડ દરમિયાન 35 ઇન્સ્યુલિન સિરીન્જ, 10ML ડીસ્ટીલ વોટરની 11 બોટલો, 12.540 ગ્રામ MD ડ્રગ્સ સાથે અન્ય બે આરોપી તૌફીક જહાંગીર પટેલ અને રહેમાન રેહાનખાન રહેમાનને ઝડપી પાડ્યા હતા.
મકાનમાંથી મળ્યો નશાનો જથ્થો
મળતી માહિતી મુજબ, પોલીસને રેડ દરમિયાન ત્રણ માળના મકાનમાંથી અન્ય બે આરોપી પણ ઝડપાયા હતા . તૌફીક જહાંગીર પટેલ (પદ્માવતી સોસાયટી, લિંબાયત), રહેમાન રેહાનખાન રહેમાન (માનદરવાજા, કિન્નરી સિનેમા સામે), આ બંને સાથે જમીલ ઉર્ફે જંગલી મકાનનો બહારથી દરવાજા લોક કરી ડ્રગ્સનું સેવન કરતા અને વેચાણ કરતા હતા. જ્યારે કોઈ ખરીદદાર આવે ત્યારે ડ્રગ્સ પાઉચ રસ્સી વડે નીચે મોકલતા હતા.
ક્રાઇમ બ્રાન્ચે 35 ઇન્સ્યુલિન સિરીન્જ, 10ML ડીસ્ટીલ વોટરની 11 બોટલો, 12.540 ગ્રામ એમડી ડ્રગ્સ , 4 મોબાઇલ અને રોકડ રકમ મળીને રૂ. 2.61 લાખની મત્તા કબજે કરી હતી.
ડ્રગ્સના બંને સ્પલાયર્સોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા DCP ભાવેશ રોજીયાએ જણાવ્યું હતું કે, આ ત્રણેય આરોપીઓ લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં રહેતા દાનિશ સદ્દામ ખજૂર અને ટિટ્વશા નામની મહિલા પાસેથી એમડી ડ્રગ્સ લાવતા અને છૂટક વેચાણ કરતા હતા. આ ઉપરાંત બંને સપ્લાયર્સ હાલ ફરાર છે અને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. અને પોલીસે ડ્રગ્સ સાથે 3 આરોપીની ઘરપકડ કરવામાં આવી છે.