બ્રાઝીલ ખાતે 2024 U-20 રિયો મેયર્સ સમીટ યોજાયું હતું જેમાં સુરતના મેયર દક્ષેશ માવાણી પણ આ સમિટમાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ સમીટમાં મેયરે સુરત મનપાની વિશિષ્ટ કામગીરી બાબતે વક્તવ્ય રજૂ કર્યું હતું જેમાં મેયરે કહ્યું સુરત ઇનોવેશન અને ટકાઉપણામાં મોખરે છે. સુરતે સુરત ટર્સરી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની પહેલ કરી છે. જેમાંથી વાર્ષિક 17 મિલિયનની આવક થાય છે. પર્યાવરણની સ્થિરતા તરફનું આ એક મહત્વનું પગલું છે. સરકાર દ્વારા શહેરના 82,000 થી વધુ લોકોને આવાસ યોજનાના ઘર ફાળવવામાં આવ્યા છે. 2001માં સુરતમાં ઝુપડપટ્ટીમાં રહેતા લોકોની સંખ્યા 20% હતી આજે 6% કરતા ઓછી છે. પાલિકા દ્વારા ઉપયોગમાં લેવાતી ઉર્જા માંથી 28% ઉર્જા સૌર ઊર્જા તેમજ પવન ઊર્જામાંથી મેળવાય છે. સુરતે સૌર ઊર્જામાં અંગ્રેસર સ્થાન પ્રાપ્ત કર્યું છે.
બ્રાઝિલમાં સુરતના વિકાસની વાત બ્રાઝિલ ખાતે યોજાયેલ 2024 યુ-20 રીયો મેયર્સ સમિટમાં મેયરએ સુરત મહાનગરપાલિકાની વિશિષ્ટ કામગીરી બાબતે વકતવ્ય રજૂ કર્યું. માળખાકીય સુવિધાઓ, ગ્રીન એનર્જી, આવાસ યોજના સહિતની વાતો કરી બ્લૂમબર્ગ ફિલાન્થ્રોપીઝ દ્વારા તા.14થી 17 નવેમ્બર 2024 દરમિયાન બ્રાઝિલના રીઓ-ડી-જાનેરો ખાતે 2024 યુ-20 રીયો મેયર્સ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જે સમિટમાં આમંત્રિત સુરત મહાનગપાલિકા તરફથી બ્રાઝિલ ખાતે સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી હાજર રહી સુરતના વિકાસની વાત કરી હતી.
બ્રાઝિલ ખાતે યોજાયેલા મેયર સમિટમાં વિશ્વભરના દેશોના મેયર્સ એકત્રિત થયા હતા. જ્યાં તેમને પોતાના શહેરમાં કરેલા વિકાસ અંગેની વાતો એકબીજાને શેર કરી હતી અને અનુભવો પણ શેર કર્યા હતા. તેની સાથે કેવી રીતે તેઓ કામ કરી રહ્યા છે તે અંગે પણ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. જે સમિટમાં મેયરે ભારતનું આઠમું સૌથી મોટું શહેર અને વૈશ્વિક સ્તરે સૌથી ઝડપથી વિકસતા શહેરી કેન્દ્રોમાંનું એક સુરત શહેરને ગણાવ્યું હતું. સુરત શહેરી ઇનોવેશન અને ટકાઉપણુંમાં મોખરે રહ્યું છે, જેના કારણે આ પ્રતિષ્ઠિત મેયર કોન્ફરન્સમાં આમંત્રિત કરાયેલું ભારતનું એકમાત્ર શહેર છે. સુરત તેના મજબૂત શહેરી આયોજન અને માળખાકીય વિકાસ માટે જાણીતું છે. શહેરે તેના તૃતીય ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા ટકાઉ જળ વ્યવસ્થાપનની પહેલ કરી છે, જે ઔદ્યોગિક ઉપયોગ માટે ગંદા પાણીને રિસાયકલ કરે છે. આ પહેલ મારફત વાર્ષિક અંદાજે 17 મિલિયન ડોલરની આવક મેળવવામાં આવે છે, જે તાજા પાણીના સંસાધનોનું સંરક્ષણ કરે છે.
બ્રાઝિલ મેયર સમિટમાં સુરતના મેયર દક્ષેશ માવાણીએ ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને આવાસ મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત વિવિધ યોજનાઓ હેઠળ 82,000 થી વધુ નજીવી કિંમતના ઘરોની ફાળવણી કરી છે. સુરતના લોકો માટે એફોર્ડેબલ હાઉસિંગને વાસ્તવિકતા બનાવવાના તેમના માર્ગદર્શન બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આભારી છીએ. આ પહેલા 2001માં ઝૂંપડપટ્ટી જેવી સ્થિતિમાં રહેતા વ્યક્તિઓની સંખ્યા 20% થી ઘટાડીને આજે 6% કરતા ઓછી કરી છે. આ એક નોંધપાત્ર સિદ્ધિ છે, હાલમાં, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉપયોગમાં લેવાતી કુલ ઉર્જામાંથી 28% ઊર્જા સૌર અને પવન ઊર્જાના સ્ત્રોતોમાંથી આવે છે.અમારી સોલાર રૂફટોપ પહેલ, 431 મેગાવોટની કુલ ક્ષમતા ઉત્પન્ન કરતી 87,000 થી વધુ સ્થાપનો સાથે, સુરત સૌર ઊર્જામાં અગ્રેસર સ્થાન પ્રાપ્ત કર્યું છે. 2030 સુધીમાં અમારી ઉર્જાની જરૂરિયાતોમાંથી 50% રિન્યુએબલ સ્ત્રોતોમાંથી પેદા કરવાનું અમારું લક્ષ્ય છે. આ U20 સમિટના ભાગરૂપે, સુરત ટકાઉ શહેરી પ્રેકટીસને પ્રોત્સાહન આપવા, આબોહવા પરિવર્તનને સંબોધિત કરવા અને વિશ્વભરના શહેરો સાથે શ્રેષ્ઠ પ્રેકટીસનું આદાન-પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે, શહેરના ભવિષ્યને ઉજવળ બનાવી શકીએ. વધુમાં તેમણે આ સમિટમાં ઉપસ્થિત અન્ય સિટીના પ્રતિનિધિઓની મુલાકાત લીધી હતી.
રિપોર્ટર: ભાવેશ ઉપાધ્યાય