- માંગરોળના મોલવન ગામ ખાતે મશીનરી ચડાવતા સમયે સર્જાઈ કરુણાંતિકા
- મોટી ક્રેન નાની ક્રેન પર પડતા નાની ક્રેનના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી
- મોટી ક્રેન નાની ક્રેન પર પડતા, 1નું ક્રેન ચાલકનું મો*ત
સુરતના માંગરોળના મોલવન ગામ ખાતે મશીનરી ચડાવતી વેળાએ કરુણ ઘટના બની હતી. ત્યારે મોટી ક્રેન નાની ક્રેન પર પડતા નાની ક્રેનના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઈજાઓના કારણે 22 વર્ષીય ક્રેન ચાલક શાહિદ પઠાણનું ઘટના સ્થળે જ મો-ત નિપજ્યું હતું. આ સમગ્ર બનેલ ઘટનાના હચમચાવતા CCTV ફૂટેજ સામે આવ્યા છે. ત્યારે ઘટનાને પગલે કોસંબા પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. આ દરમિયાન કોસંબા પોલીસે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, સુરતના માંગરોળ તાલુકાના મોલવણ ખાતે મશીનરી ચડાવતી વખતે એક કરૂણ દુઘર્ટના સર્જાઇ છે. જેમાં મોટી ક્રેન નાની ક્રેન પર પડતાં નાની ક્રેનનો કચ્ચરખાણ વળી ગયો હતો. આ અકસ્માતમાં એક યુવકનું મો*ત ઘટનાસ્થળે જ નિપજ્યું હતું. તેમજ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના માંગરોળ તાલુકા મોલવણથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. મોલવણ ખાતે મશીનરી ચડાવતી વખતે કોઇ આકસ્મિક કારણોસર મોટી ક્રેન નાની ક્રેન પર પડતાં નાની ક્રેનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. તેમજ આ દુર્ઘટનામાં 22 વર્ષીય ક્રેન ચાલક શાહીદ પઠાણને ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટના સ્થળે જ તેનું મો*ત નિપજ્યું હતું. આ ઘટના CCTV પણ સામે આવ્યા છે.
મોટી ક્રેન અચાનક નાની ક્રેન પડી
મળતી માહિતી મુજબ મોલવન ગામમાં ચાલી રહેલ કામમાં મોટી ક્રેન નાની ક્રેન પર પડી હતી. આ નાની ક્રેનમાં 22 વર્ષીય શાહિદ પઠાણ બેઠો હતો. ત્યારે મોટી ક્રેન અચાનક નાની ક્રેન પર પડતા આ ક્રેનચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારે ગંભીર ઈજાઓના કારણે 22 વર્ષીય શાહિદ પઠાણનું મો*ત નિપજ્યું હતું.
22 વર્ષની નાની વયે શાહિદ પઠાણનું મોત થતા પરિવારજનો અને ગામમાં શોકનો માહોલ ફેલાયો હતો. જોકે આ ઘટનાના CCTV ફૂટેજ આવ્યા છે. જેને આધારે કોસંબા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માત કોની ભૂલના કારણે સર્જાયો તે દિશામાં તપાસ ચાલી રહી છે. આ ઘટના માટે કોણ જવાબદાર તેની તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય