- મૃત મહિલાના પતિ કૃષ્ણ સ્વાઈનને ઓડિશા રાજ્યમાંથી ઝડપી પાડ્યો
- આરોપીને સુરત લાવીને કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ
- પતિ-પત્ની અગાઉ પણ હ-ત્યા કેસમાં જેલમાં જઈ ચૂક્યા હતા
સુરતના પાંડેસરા વિસ્તારમાં 6 જાન્યુઆરીના રોજ કર્મયોગી સોસાયટીના મકાનમાંથી 35 વર્ષીય લક્ષ્મી કૃષ્ણ સ્વાઈનો કોહવાઈ ગયેલો મૃતદેહ મળ્યો હતો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. પોલીસ તપાસમાં મહિલાના પતિ કૃષ્ણ સ્વાઈને ઓડિશા રાજ્યમાંથી પકડી પાડવામાં આવ્યો છે. પત્ની અન્ય ધર્મના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધમાં છે તેની શંકા રાખી હત્યા કરી હતી. જોકે પતિ પત્ની અગાઉ હત્યા કેસમાં જેલ પણ જઈ ચૂક્યા છે. આ ઉપરાંત આરોપીને હવે સુરત લાવીને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, સુરતના પાંડેસરા વિસ્તારમાં 6 જાન્યુઆરીના રોજ કર્મયોગી સોસાયટીના મકાનમાંથી 35 વર્ષીય લક્ષ્મીબેન કૃષ્ણ સ્વાઈનો કોહવાઈ ગયેલો મૃતદેહ મળ્યો હતો.આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. પોલીસ તપાસમાં મહિલાના પતિ કૃષ્ણ સ્વાઈને ઓડિશા રાજ્યમાંથી પકડી પાડવામાં આવ્યો છે. પત્ની અન્ય ધર્મના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધમાં છે તેની શંકા રાખી હત્યા કરી હતી. જોકે પતિ પત્ની અગાઉ હત્યા કેસમાં જેલ પણ જઈ ચૂક્યા છે.
મળતી માહિતી અનુસાર સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી કર્મયોગી સોસાયટીના પ્લોટ નંબર 457-58માં રહેલા મકાનમાંથી ભારે દુર્ગંધ આવતી હતી, જેનાથી આસપાસના રહેવાસીઓને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. આ અસહ્ય પરિસ્થિતિને કારણે રહેવાસીઓએ પાંડેસરા પોલીસને જાણ કરી. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મકાનનો તાળો તોડી અંદર પ્રવેશ કર્યો. અંદર પલંગ પર લક્ષ્મીબેનનો કોહવાઈ ગયેલો મૃતદેહ મળ્યો.
પોલીસે જણાવ્યું કે, લક્ષ્મીબેન અને પતિ કૃષ્ણ સ્વાઈ મૂળ ઓડિશાના રહેવાસી છે. આ દંપતીનો અગાઉ પણ એક હત્યાના કેસમાં સંડોવાવો હતો. 2019માં લક્ષ્મીબેનના ભાઈની પત્નીની હત્યાના આરોપમાં બંનેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, લક્ષ્મીબેન કેસમાં નિર્દોષ સાબિત થઇ છૂટી ગઈ હતી, જ્યારે કૃષ્ણને જેલની સજા થઈ હતી.
થોડા દિવસો પહેલાં જ કૃષ્ણ જેલમાંથી જમાનત પર છૂટ્યો હતો. જેલમાંથી છૂટ્યા પછી તેને શંકા થઈ કે લક્ષ્મીબેનના અન્ય ધર્મના એક વ્યક્તિ સાથે પ્રેમસંબંધ છે. આ શંકાએ પતિ-પત્ની વચ્ચેના સંબંધોને વધુ ખરાબ બનાવ્યા અને સતત ઝઘડા શરૂ થયા. આ ઝઘડાઓના અંતે, ક્રોધિત કૃષ્ણે લક્ષ્મીબેનની હત્યા કરી અને મકાનને તાળું મારી નાસી છૂટ્યો હતો. ટેક્નિકલ સર્વેલન્સ અને માહિતીના આધારે, પોલીસે કૃષ્ણ સ્વાઈને ઓડિશામાંથી પકડી પાડ્યો છે. આરોપીને હવે સુરત લાવીને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય