- PI દ્વારા વકીલને લાત મારવા મામલે હાઇકોર્ટનો ચુકાદો
- PIને 3 લાખનો દંડ ફટકારાયો
- વિના કારણે વકીલ હિરેન નાઈને મારી હતી લાત
સુરત ન્યૂઝ : સુરતમાં કાયદાના રખેવાળ ગણાતી પોલીસ અને વકીસ સામ સામે આવી ગયા હોવાનું સામે આવ્યું હતું. ડિંડોલી વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ દરિયાન પોલીસ કર્મચારીએ વકીલને માર મારી, ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાના આક્ષેપ થયા હતા. ડિંડોલી પોલીસ સ્ટેશનના PI એચ. જે. સોલંકી દ્વારા વિના કારણે લાત મારી તેમજ અપશબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા. જેને લઈને વકીલ દ્વારા ફરિયાદ નોંધાવામાં આવી હતી.
PI ને 3 લાખનો દંડ:
સમગ્ર મામલે હિરેન નાઈ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપતા જણાવ્યું હતું કે કોઈ પણ ગુના વગર નિર્દોષ વ્યક્તિને લાત મારનારા PIને 3 લાખનો દંડ ફટકારવામાં આવે છે. તેમજ હાઇકોર્ટે આગળ જણાવ્યું હતું કોઈ પણ વ્યક્તિને સત્તાનો દુરૂપયોગ કરવાની છૂટ નથી.
શું હતી સમગ્ર ઘટના :
સમગ્ર વિગત મુજબ 18 ઓગસ્ટને રવિવારની રાત્રે લગભગ 12:15 વાગ્યે એડવોકેટ હિરેન રજનીકાંત નાઈને રાત્રિ પેટ્રોલિંગ માટે નીકળેલા ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ એચ. જે. સોલંકી સાથે બોલાચાલી થઈ હતી. જેના કારણે પીઆઈએ હિરેનને પાછળથી લાત મારી હતી. જેથી એડવોકેટ હિરેન નાઈએ ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ સોલંકી અને અન્ય એક પોલીસકર્મી વિરુદ્ધ અરજી કરી છે. હિરેને તેની અરજીમાં લખ્યું હતું કે, પોલીસ ઈન્સ્પેક્ટર સોલંકીએ તેને બિનજરૂરી માર માર્યો હતો અને ખોટા કેસમાં ફસાવવાની ધમકી પણ આપી હતી. જેને લઈને વકીલ એસોસિએશન દ્રારા કમિશનરને આવેદનપત્ર પણ પાઠવામાં આવ્યું હતુ.