- મહાશિવરાત્રી નિમિતે મંદિરમાં પાલખી યાત્રા યોજાઇ
- બહોળી સંખ્યામાં શિવ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા
આજે મહા શિવરાત્રીનો પાવન પર્વ છે ત્યારે સુરતમાં આવેલા મંદિરોને રોશનીથી વિશેષ શણગાર કરવામાં આવ્યા છે. સુરતમાં વિવિધ મંદિરોમાં ઘી ના કમળ ચડાવવા સાથે સાથે મંદિરોમાં મહાપૂજા સહીત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. વહેલી સવારથી જ શીવાલયો હર હર મહાદેવ તેમજ બમ બમ ભોલેના નાદ સાથે ગુજી ઉઠ્યા છે. શહેરના પૌરાણિક એવા કતારગામ વિસ્તારમાં આવેલા કંતારેશ્વર મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની દર્શનાથે લાંબી કતારો જોવા મળી હતી. મહા શિવરાત્રી નિમિતે મંદિરમાંથી આજે પાલખી યાત્રા યોજાઇ હતી. જે કતારગામ વિસ્તારમાં ફરી હતી અને પરત મંદિરે આવી હતી. આ પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. સમગ્ર વાતાવરણહર હર મહાદેવના નાદ સાથે ભક્તિમય બન્યું હતું.
આજે મહા શિવરાત્રી છે ત્યારે સુરતમાં આવેલા મંદિરોને રોશનીથી વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. સુરતમાં વિવિધ મંદિરોમાં ઘી ના કમળ ચડાવવા સાથે સાથે મંદિરોમાં મહાપૂજા સહીત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. વહેલી સવારથી જ શીવાલયો હર હર મહાદેવ તેમજ બમ બમ ભોલેના નાદ સાથે ગુજી ઉઠ્યા છે. મંદિરોમાં ભક્તો જળ, બીલીપત્ર, દુધ ચડાવીને દેવાધિ દેવ મહાદેવની પૂજા અર્ચના કરતા જોવા મળ્યા હતા.
સુરતના પૌરાણિક એવા કતારગામ વિસ્તારમાં આવેલા કંતારેશ્વર મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની દર્શનાથે લાંબી કતારો જોવા મળી હતી. મહા શિવરાત્રી નિમિતે મંદિરમાંથી આજે પાલખી યાત્રા નીકળી હતી જે કતારગામ વિસ્તારમાં ફરી હતી અને પરત મંદિરે આવી હતી. આ પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. અવિનાશ ગીરી મહારાજએ જણાવ્યું હતું કે આજે મંદિરમાંથી પાલખી યાત્રા નીકળી હતી. આજે રાતે ૯ કલાકે મંદિરના પ્રટાગણમાં હજારો દીવડા પ્રગટાવીને મહા આરતી કરવામાં આવશે. બપોરે મહા પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
તેજશભાઈ શાંતિલાલ ચોકસીએ જણાવ્યું હતું કે વર્ષોથી શ્રી કંતારેશ્વર મહાદેવ મંદિરમાં શિવ ભક્ત તરીકે સેવા કરું છું, અમારી પાંચમી પેઢી છે જે કંતારેશ્વર મહાદેવ મંદિર સાથે જોડાયેલો છે. મહાશીવરાત્રીને લઈને રાતે ૧૨ વાગ્યાથી પૂજા શરુ થઇ છે. ગયી કાલે રાતે ૧૨ વાગ્યાથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. રાતે ૧૨,૨,૪ અને સવારે ૬ વાગ્યે પૂજા થઇ હતી. દર બે કલાકે પૂજા થાય છે. આ ઉપરાંત વર્ષોની જેમ અહી ૯ કલાકે ધજા ચડાવવામાં આવી હતી. ત્યારબાદ પાલખી યાત્રા નીકળી હતી તેમજ ફરાળનો જાહેર ભંડારો રાખવામાં આવ્યો છે. વર્ષોથી મંદિરના પ્રટાગણમાં વર્ષોથી મહા આરતી કરતા આવ્યા છે અહી જે ભાવિક ભક્તો હાજર હશે તેઓના હાથમાં દીવડાઓ આપવામાં આવશે અને મહા આરતી કરવામાં આવશે આ ઉપરાંત રાતે ૧૨ વાગ્યે મહા પૂજા અને રાતે ૩ વાગ્યે ઘી ના કમળ ચડાવીશું.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય