એક કલાકથી વધુ સમય મોડી પડતી હોવાથી અપડાઉન કરતા વિદ્યાર્થી, નોકરીયાત અને મુસાફરોને અગવડતા
સહિત સૌરાષ્ટ્રને અતિ ઉપયોગી એવી સુરત-જામનગર ઈન્ટરસીટી સુપર ફાસ્ટ ટ્રેન નં.૨૨૯૫૯ની વધુ એકવાર ફરિયાદ ઉઠી છે. આ ટ્રેઈન મોટેભાગે એક કલાકથી વધુ સમય મોડી હોય છે. તેથી કાંતો તેને સમય પ્રમાણે નિયમિત કરવા અથવા તેનો એક કલાક સમય મોડો કરવા તેમજ વાંકાનેરથી મોરબી જવા ઉપડતી ડેમુ ટ્રેઈન આ ઈન્ટરસીટી ટ્રેઈનના પેસેન્જર લઈને જ ઉપડે તેવી સુચના આપવા રેલવેના રીજીયોનલ મેનેજરને લેખિત રજુઆત થઈ છે.
આ રજુઆત મોરબીના રાજનગરમાં રહેતા આર.એ.કાસુન્દ્રાએ કરી છે જણાવ્યું છે કે સુરતથી આવતી આ ટ્રેઈન મણિનગર સ્ટેશને ચેઈન પુલીંગ થાય છે અને મણીનગરમાં સ્ટોપ જ નથી છતા પુલીંગ કરવામાં આવે છે. આ જ ટ્રેક પર અન્ય એક ટ્રેઈન વલસાડ-વિરમગામ જે લોકલ છે છતા કાયમ સમયસર હોય છે ત્યારે આ સુરત જામનગર ઈન્ટરસીટી સુપરફાસ્ટ છે છતા કાયમ મોડી હોય છે. આ ઈન્ટરસીટી ટ્રેઈન બાંદ્રાથી સુરત પહોંચે છે ત્યાં દોઢ કલાકનો વિરામ કરે છે. આ કાયમ દોડતી ટ્રેનનો આ વિરામનો સમય ઘટાડી નાખવામાં આવે તો ટ્રેઈન નિયમિત થઈ શકે તેમ છે. વધુમાં એ જણાવ્યું છે કે આ ઈન્ટરસીટી ટ્રેઈનનુ વાંકાનેરથી મોરબી જવાનું કનેકશન ડેમુ ટ્રેઈન છે પણ આ ડેમુનો કર્મચારી આ પેસેન્જર લીધા વગર જ ડેમુ લઈને ઉપડી જાય છે અને મોરબી આવી હોલ્ડ કરી સવારે ડેમુ ઉપાડે છે. જો રેલવેનો કર્મચારી આ ઈન્ટરસીટી ટ્રેઈનમાં હોય તો ડેમુને રોકી રાખીને આ રેલવે કર્મચારીને લઈને જાય છે. તો આ ડેમુ ટ્રેઈન ઈન્ટરસીટીના પેસેન્જર લઈને જ ઉપડે તેવી સુચના આપવામાં આવે ડેમુ ટ્રેઈનના આ કર્મચારીની ડાંડાઈના કારણે આ ટ્રેઈનમાં મોરબીસુધીની ટીકીટ લીધી હોય છે. તેથી તેમને આર્થિક નુકસાન થાય છે. રેલવે મેનેજમેન્ટની આ મોટી નબળાઈ છે. કોઈ પેસેન્જર ટીકીટ વગર માલુમ પડે તો રેલવે તેને દોડ કરે છે ત્યારે ઉપરના કોઈપણ સ્ટેશનથી બેઠેલા પેસેન્જરે મોરબીની ટીકીટ લીધા હોવા છતા ડેમુ ટ્રેઈનના કર્મચારી આવા પેસેન્જરોને લીધા વગર ડેમુ ઉપાડી મુકે છે. આ લોકોને સીધા ર્સ્પશતા પ્રશ્ર્નો વહેલી તકે ઉકેલાય તેવી રેલવે રીજીયો મેનેજરને લેખિત રજુઆત કરી છે.