સુરત: જલ ઉત્સવ અભિયાન અંતર્ગત આજરોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે “જલ ઉત્સવ સંકલ્પ” સામુહિક શપથ લીધા – જિલ્લા કલેકટર એસ.કે. મોદી સહિત અધિક કલેકટર સી.કે. ઉંધાડ અને જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ- કર્મચારીઓ શપથમાં જોડાયા – જલ ઉત્સવ અભિયાન અંતર્ગત આજરોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે “જલ ઉત્સવ સંકલ્પ” જિલ્લા કલેકટર એસ.કે. મોદી સહિત અધિક કલેકટર સી.કે. ઉંધાડ અને નર્મદા જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ- કર્મચારીઓએ સામુહિક શપથ લીધા હતા.
ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લાના વિવિધિ વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓએ પ્રતિજ્ઞા લીધી કે, એક જવાબદાર નાગરિક બની હું વિવેકપૂર્ણ આચરણ અપનાવવા માટે શપથ લઉં છું જે પાણીના ન્યાયપૂર્ણ ઉપયોગ તરફ દોરી જાય અને આપણા સમાજ માટે મૂલ્યવાન સંપત્તિ એવા આપણા જળ સંસાધનોનું રક્ષણ કરવા માટે જળ સંરક્ષણ તકનીકોને અનુકૂલિત કરૂ છું.