પાલિકાના ચીફ ઓફીસર, ટી.પી.ઓ, બે બિલ્ડર પાસે ખંડણી અને પત્રકાર પર હુમલો સહિત નવ ગુનાઓ નોંધાયા
પોરબંદરમાં ખંડણી અને ધમકીના ગુન્હાના પ્રફુલ દત્તાણીને તાજેતરમાં પંજાબમાંથી પોલીસે ઝડપી લીધો હતો. ત્યારબાદ આ શખ્સ સામે પોલીસે પાસા હેઠળ કાર્યવાહી કરી હતી અને તેને સુરતની મધ્યસ્થ જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યો છે.
પોરબંદર વિધાનસભાની ચૂંટણી અંતર્ગત માથાભારે શખ્સ સામે પાસા હેઠળની કાર્યવાહી કરવામાં આવી રહી છે, પોરબંદરમાં ગેરકાયદેસર બાંધકામ હોવાનું જણાવી વેપારી અને બિલ્ડર પાસે ખંડણી અને ધમકી આપ્યાના ગુન્હાનો આરોપી પ્રફુલ ભગવાનળ દત્તાણી નામના આરોપી વોન્ટેડ થયો હતો. જેને પોલીસે પંજાબના અંબાલા ગામેથી ઝડપી લઇ પોરબંદર ખાતે લાવવામાં આવ્યો હતો, જેલ હવાલે કરવામાં આવ્યો હતો. ઉûેખનિય છે કે, પ્રફુલ સામે નવ જેટલા ગુન્હા નોંધાયેલ છે જેમાં ચીફ ઓફિસર મનન ચતુવર્ેદી ના ઘરે જઈને પ્રફુલએ બહારથી દરવાજો બંધ કરી, પાલિકા કચેરી ખાતે ધમકી આપ્યા અંગેની ફરિયાદ ચીફ ઓફિસરે કરી હતી.
પાલીકાના ટાઉન પ્લાનિગ કમિટીના ચેરમેનને રૂપીયા 40 લાખની ખંડણી માંગી, ધમકી આપ્યાંનો ગુન્હો તેમજ વેપારી સચિન પરમારને ગેરકાયદેસર બાંધકામ બાબતે ડરાવી રૂપીયા પંદર લાખની માંગણી તેેમજ બિલ્ડર યુસુફ પુંજાણી પાસેથી રૂપીયા 10 લાખ અને કાર ની માંગણી અને ધમકી આપ્યા ઉપરાંત પત્ર્ાકાર પર હુમલા સહિતની ફરિયાદ નોંધાઇ હતી. આ ખંડણી અને ધમકીના ગુન્હાના આરોપી પ્રફુલ દત્તાણી વિરુદ્ઘમાં કમલાબાગના પી.એસ.આઈ. કે.એન. ઠાકરિયાએ પાસા દરખાસ્ત તૈયાર કરી જિûા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જિûા મેજિસ્ટ્રેટ અશોક શમર્ાએ આરોપીના પાસા વોરંટ ઇસ્યુ કરતા, એલસીબી પીઆઈ એચ. કે. શ્રીમાળીએ આરોપી પ્રફુલ દત્તાણીની પાસા વોરંટની બજવણી કયર્ા બાદ આરોપીને મધ્યસ્થ જેલ સુરત ખાતે ધકેલી દેવામાં આવ્યો છે.