- જેલ બનશે પરીક્ષા કેન્દ્ર, કેદીઓ આપશે બોર્ડની પરીક્ષા
- 15 કેદીઓ ધોરણ 10ની અને 7 કેદીઓ ધોરણ 12ની પરીક્ષા આપશે
- CCTV કેમેરાની નિગરાની હેઠળ કેદીઓ આપશે પરીક્ષા
સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાંથી 22 કેદીઓ ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા આપશે. જે માટે લાજપોર જેલની અંદર સ્પેશ્યલ બેરેકને સ્કૂલ બનાવામાં આવી છે. તેમજ પરીક્ષા કેન્દ્ર તરીકે જેલમાં જ સેલની ફાળવણી કરવામાં આવી છે. ધોરણ 10 માં 15 વિદ્યાર્થીઓ છે, જેમાંથી 3 પાકા કામની સજા કાપતા બંદીવાન છે. તેમજ ધોરણ 12 માં 7 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. લાજપોર જેલના અન્ય બંદીવાન જ શિક્ષક બન્યા છે. આ ઉપરાંત CCTV કેમેરાની નિગરાની હેઠળ કેદીઓ પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓના ભવિષ્ય બગડે નહિ તેને લઈ અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
અનુસાર માહિતી મુજબ, સુરતમાં લાજપોર સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા 22 કેદી વિદ્યાર્થીઓ માટે આ વર્ષે બોર્ડની પરીક્ષા માત્ર એક શૈક્ષણિક પડકાર નહીં પણ એક નવી શરૂઆત સાબિત થઈ રહી છે.
ધોરણ-10 અને 12ની પરીક્ષાઓ માટે જેલમાં જ વિશિષ્ટ પરીક્ષા સેલ ફાળવવામાં આવી છે, જ્યાં કેદીઓ સંપૂર્ણ એકાગ્રતાથી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે.
22 કેદી વિદ્યાર્થીઓ 10-12ની પરીક્ષા આપશે
આ 22 કેદી વિદ્યાર્થીઓમાં 15 કેદી વિદ્યાર્થી ધોરણ-10 અને 7 કેદી વિદ્યાર્થી ધોરણ -12માં અભ્યાસ કરી રહ્યા છે. કેટલાક કેદીઓ નિશ્ચિત સજા માટે જેલમાં છે છતાં તેઓ ભવિષ્ય સુધારવા માટે શિક્ષણને આશાની કિરણ માની રહ્યા છે. નોંધનીય છે કે, ગત વર્ષે 90% જેટલું પરિણામ આવ્યું હતું, જે સાબિત કરે છે કે જેલની દિવાલો મનમાં ઉગતા નવા સપનાઓને રોકી શકતી નથી.
આ પરીક્ષામાં સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાંથી 22 અંતેવાસી પરીક્ષા આપવાના હોઈ તેઓની માટે જેલમાં જ અલગ પરીક્ષા કેન્દ્ર તરીકે સેલની ફાળવણી કરવામાં આવી છે. સુરતની લાજપોર જેલમાંથી 22 જેટલા બંદીવાનો પરીક્ષા આપનાર છે. લાજપોર જેલના અન્ય બંદીવાન જ શિક્ષક બન્યા છે. આ સમ્રગ તૈયારી બંદીવાન કેદી દ્વારા જેલમાં આ પરીક્ષા આપનાર કેદીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ બોર્ડની પરીક્ષા આપનાર છે. આ ઉપરાંત CCTV કેમેરાની નિગરાની હેઠળ કેદીઓ પરીક્ષા આપશે. જેમની માટે એક અલગ સેલ બનાવવામાં આવ્યો છે.જ્યાં જેલના કેદના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય