- 5 પૈકી 3 આરોપીઓને હરિયાણાથી ઝડપ્યા
- આરોપી પાસેથી 15 લાખ પૈકી 4 લાખ રિકવર કરાયા
સુરતમાં જહાંગીરપુરા પોલીસે ATM માં થયેલી ચોરીનો ભેદ ઉકેલયો છે. આ દરમિયાન 5 પૈકી 3 આરોપીઓને હરિયાણાથી ઝડપી પાડ્યા હતા. આરોપીઓએ રૂ 15 લાખની ચોરી કરી હતી. ત્યારે પોલીસે આરોપી પાસેથી 15 લાખ પૈકી 4 લાખ રિકવર કર્યા હતા. આ ઉપરાંત 2 ટિમો દ્વારા અદાજીત 100 જેટલા CCTV કેમેરાની તપાસ હાથ ધરાવામાં આવી હતી.
આ આરોપીઓ પહેલાથી ભંગારના વ્યવસાયમાં જોડાયેલા હતા અને એકબીજાના નજીકના મિત્રો હતા. તેમને ખબર હતી કે, સુરત શહેરમાં ઘણા ATM મશીનો છે, જ્યાં આસપાસ અવરજવર ઓછી હોય છે. 11 માર્ચ 2025ના રોજ મુખ્ય આરોપી તોહિદખાન અને આદીલે ભાડે બલેનો કાર લીધી હતી.12 માર્ચે તેઓ પંડોળ વિસ્તારમાં ATM તોડવાની યોજના બનાવી હતી. પરંતુ એ વિસ્તાર સલામત લાગ્યો ન્હોતો. બાદમાં, જહાંગીરપુરામાં SBI ATM છેવાડાના વિસ્તારમાં આવેલું હોવાથી, તે આરોપીઓને અનુકૂળ લાગ્યું હતું. પંડોળથી જ તેમણે ATM તોડવા માટે ગેસ કટર અને બ્લેક સ્પ્રે ખરીદ્યા હતા.
13 માર્ચ 2025ના રાત્રે 2:25 થી 2:32 વાગ્યા વચ્ચે, ચારથી પાંચ આરોપીઓ ATMમાં ઘૂસ્યા. તેમણે HYOSUNG કંપનીના ATMને ગેસ કટર વડે કાપીને 18,14,900ની ચોરી કરી હતી. 100ની 174 નોટ રૂ. 17,400 ની 500 3,595 નોટ, ३.17,97,500 ની ચોરી કરી હતી.ATM તોડ્યા બાદ તાપી નદીમાં ATMની પ્લાસ્ટિક ટ્રે અને ગેસ કટર ફેંકી દીધી હતી. ભાડે લાવેલી ગાડીમાં રાંદેર, કોઝવે, હઝીરા હાઈવે, અને રાજ હોટલ તરફ જતાં રહ્યાં હતાં.ત્યાંથી તેમણે બીજી ભાડાની ટેક્સી લઈ સુરત છોડી ફરાર થઈ ગયા હતા.આરોપીઓ પૈસાની મોજશોખ કરવા નીકળ્યા. આરોપી આદીલ ચંચલખાને ચોરીના પૈસામાંથી 45,000નો આઇફોન ખરીદ્યો હતો.પોલીસે આદિલ પાસેથી 1,80,000 રોકડા અને આઇફોન કબ્જે કર્યો છે.