- ED બાદ હવે આવકવેરા વિભાગની તપાસ શરૂ
- સજ્જુ કોઠારીએ ખંડણી, હત્યા વગેરે ગુના કરી રૂપિયા ભેગા કર્યા
સજ્જુ કોઠારીએ ખંડણી, હત્યા વગેરે ગુના કરી રૂપિયા ભેગા કર્યા છે. IT વિભાગ બેનામી એક્ટ હેઠળ કાર્યવાહી કરી શકે છે. જેમાં માથાભારે સજ્જુ કોઠારીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ED બાદ હવે આવકવેરા વિભાગની એન્ટ્રી થઇ છે. તેમાં કેટલી મિલકત બેનામી હેઠળ આવે છે તેની તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ITએ 31 મિલકતનાં નાણાં ક્યાથી આવ્યા તેની તપાસ શરૂ કરી છે. માથાભારે સજ્જુ કોઠારીની ED એ 31 મિલકત જપ્ત કરી હતી.
સાત વર્ષની સજા કરવા સુધીની જોગવાઇ
માથાભારે સજજ્જુ કોઠારીએ ખંડણી, હત્યા, અપહરણ, રાયોટિંગ લૂંટ, ધાડ કરી રૂપિયા ભેગા કર્યા છે. તેમજ જુગારના અડ્ડા સહિતના ગુનામાંથી 4.29 કરોડની રકમ એકત્ર કરી હતી. પોતાના નાણામાંથી અન્યના નામે મિલકત ખરીદવી પણ ગુનો છે. તેમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા બેનામી એક્ટ હેઠળ કાર્યવાહી કરી શકે છે. તેમજ મિલકત જપ્ત કરીને સાત વર્ષની સજા કરવા સુધીની જોગવાઇ છે.
ભાવેશ ઉપાધ્યાય