સુરત: નવરાત્રીના મહાપર્વમાં સુરત પોલીસ સતર્ક બની છે.અને કોઈ અનિચ્છની બનાવના બને તેના માટે પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરત શહેરના અરિહંત હાઈટ્સમાં સ્તુતિ ગોરવપંથ પાલ ખાતે સોસાયટીમાં જાગૃતતા અંગે શહેરની સીટીમ અને મહિલા પોતે પોતાનો બચાવ કરે તે અંગે ડેમો આપી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, નવરાત્રિ પર્વની ઉજવણીને ધ્યાનમાં રાખી સુરક્ષાના ભાગરૂપે સુરત પોલીસ અને શી-ટીમ દ્વારા તમામ તૈયારીઓ અને સ્ટાફની ફાળવણી કરી દેવામાં આવી છે, ત્યારે નવરાત્રીના મોટા આયોજનોમાં સુરત પોલીસના મહિલાકર્મીઓ પારંપારિક પોશાકમાં સજ્જ થઇ સુરક્ષામાં તહેનાત રેહશે.શહેરમાં અલગ અલગ જગ્યા ઉપર થતાં નવરાત્રિના આયોજનોમાં ચણિયા-ચોળી કે, પછી નવરાત્રિના પારંપારિક પહેરવેશ પહેરીને મહિલા પોલીસની શી-ટીમના કર્મચારીઓ સામાન્ય લોકોની જેમ જ ગરબે રમશે. આ ઉપરાંત ગરબે રમતા રમતા લોકોની સુરક્ષા પર ધ્યાન આપશે, અને આ દરમિયાન જો કોઈ રોમિયો કે, અસામાજિક તત્વ મહિલા કે, યુવતીની છેડતીનો પ્રયાસ કરશે, તો પોલીસની શી-ટીમ દ્વારા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ સાથે નવરાત્રીના મહાપર્વમાં સુરત પોલીસ સતર્ક બની છે અને કોઈ અનિચ્છની બનાવના બને તેના માટે પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરત શહેરના અરિહંત હાઈટ્સ માં સ્તુતિ ગોરવપંથ પાલ ખાતે સોસાયટીમાં જાગૃતતા અંગે સુરત શહેર ની સીટીમ અને મહિલા પોતે પોતાનો બચાવ કરે તે અંગે ડેમો આપી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં અરિહંત હાઈટ્સના પ્રમુખ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ત્યારે દરેક મહિલાઓ જાતે તેનો બચાવ કરે તે અંગેનો ડેમો આપવામાં આવ્યો હતો અને બાળકો માટે ગુડ ટચ બેડ ટચની માહિતી આપવામાં આવી હતી એનજીઓના મહિલા અગ્રણી રસના પટેલ દ્વારા તુલસીના રોપા આપી તેનું જતન કરવા અપીલ કરી હતી.
ભાવેશ ઉપાધ્યાય