જય સરદારના નારા સાથે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટને ખુલ્લીંં મુકાઈ
-
વર્ષ 2024માં ગ્લોબલ બિઝનેસ પાટીદાર સમિટ રાજકોટ ખાતે યોજાશે: ગગજીભાઈ સુતરિયા
-
ગ્લોબલ પાટિદાર સમિટમાં સરકારનો 42 ટકાનો ભાગ ખુબજ મહત્વપૂર્ણ
-
સુરતમાં સરદારધામ બને, અને નવા ઉધોગિક સાહસિક ઉભા થાય તે મુખ્ય લક્ષ્ય
-
સરદાર પટેલ ઇન્ટરનેશનલ બિઝનેસ ઓર્ગનાઈઝેશન (સ્પીબો)નું પ્લેટફોર્મ એમેઝોન સ્તરનું ઉભું કરાશે
-
વિકાસ માટે નવી નીતિ બદલાવવા માટે વ્યક્તિગત ધ્યાન કેન્દ્રિત કરીશ: મોદી
-
ગુજરાતના ખેડૂતોમાં દુનિયાનું પેટ ભરવાની તાકાત છે, જેથી નવું રોકાણ અને ઇનોવેશન લાવવું જરૂરી છે: મોદી
- ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ સ્થાપીત કરી 80 હજાર કરોડ રૂપિયાની તેલની આયાત ઘટાડવા સુરતના ઉધોગકારોએ આગળ આવું જોઈએ: મોદી
સુરત ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022 નું આયોજન ખૂબ મોટા પ્રમાણમાં કરવામાં આવેલું છે જેમાં સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્ર માંથી ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા. એટલું જ નહીં આ સમિટ થી સમગ્ર રાજ્યની અર્થ વ્યવસ્થા કેવી રીતે વ્યાપક પ્રમાણમાં વધારી શકાય તે દિશામાં પણ ચર્ચા અને વિચારણા આગામી ત્રણ દિવસ કરવામાં આવશે. આ તકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પણ જણાવ્યું હતું કે હાલ ગુજરાત રાજ્ય ઉત્કૃષ્ટ કાર્ય કરી રહ્યું છે અને સતત વિકાસના પથ ઉપર આગળ વધી રહ્યું છે ત્યારે સુરત ખાતે આયોજિત આ બિઝનેસ સમિટ માં ઘણા ખરા ફેરફારોની સાથે નવીનતમ ટેકનોલોજી નો ઉપયોગ પણ થતો જોવા મળશે. એટલું જ નહીં ગુજરાત રાજ્ય આત્મનિર્ભર બનવા તરફ પણ સતત આગળ વધી રહ્યું છે.
સમિટમાં તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી કે જે રીતે એમેઝોન પોતાનું સર્વ વધારી રહ્યું છે એવી રીતે પાટીદાર સમાજ પણ ભેગો પ્લેટફોર્મનો ઉપયોગ કરી એમેઝોન જેવું વૈશ્વિક સ્તર ઊભું કરશે જે ઉદ્યોગકારો માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સમીટ સંબોધતા જણાવ્યું હતું કે , સુરત ભારત અને ગુજરાતનું ભાવિ ખુબજ ઉજળું બનાવ્યું છે અને પહેલાના સમયમાં જે રીતે સરદાર પોતાના તાકાત ભર્યા શબ્દોથી દેશને ઉન્નતી ની રાહ ચીંધી હતી તેવી જ રીતે હાલ અત્યારના ભારત પણ આર્થિક ઉન્નતિ તરફ આગળ વધી રહ્યું છે.
જેમાં તેઓએ જણાવ્યું હતું કે હાલ ભારતે માત્ર આત્મવિશ્વાસ કેળવવા ની જરૂર છે અને સાથોસાથ મેક ઇન ઇન્ડિયા જે રીતે વિકસિત થઇ રહ્યું છે તેને પણ ગંભીરતાથી જો ધ્યાને લેવામાં આવે તો આજના યુવાધનને ઘણી એવી સુવિધાઓ પણ મળતી રહેશે.
વડાપ્રધાને તેમના વક્તવ્યમાં ઉમેર્યું હતું કે હાલ જે રીતે સ્ટાર્ટ ઓફ ઇન્ડિયા ચાલી રહ્યું છે એવી જ રીતે હાલ નવા સેમિક્ધડક્ટર ક્ષેત્રે પણ વિકાસ ઝડપી બની રહ્યો છે . બીજી તરફ ભારતે ખેતી ક્ષેત્રે વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે અત્યારે સૌથી મોટી તકલીફ એ છે કે ખેતી ક્ષેત્રમાં જે ખાનગી રોકાણ કરવું જોઇએ તે આવતું નથી અને પરિણામે ખેડૂતોને ઘણી માઠી અસર નો સામનો કરવો પડે છે.
ખેતીક્ષેત્ર વિકસિત થશે તો ભારત દેશનું જે તેલમાં આયાત 80 હજાર કરોડ રૂપિયા થતું હોય છે તેમાં પણ ઘણા ખરા અંશે ઘટાડો નોંધાશે જે દેશની અને રાજ્યની અર્થ વ્યવસ્થા ઊભી કરવા માટે અત્યંત કારગત નિવડશે.
પાટીદાર સમાજની તકદીર બદલાશે: ગગજીભાઈ સુતરિયા
સરદારધામના ટ્રસ્ટી ગગજીભાઈ સુતરીયાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ પ્રકારના બિઝનેસ સમિટ થી પાટીદાર સમાજની તકદીર બદલાશે એટલું જ નહીં સમાજ આગામી વર્ષ 2026 ના લક્ષ્યાંકને ધ્યાને લઇ આર્થિક ઉન્નતિ તરફના રસ્તે પ્રયાણ કરી રહ્યું છે. તો સાતેય જણાવ્યું હતું કે ગુજરાત પણ પાટીદારોને સાનુકૂળ બન્યું છે. આ સમિતિને સફળ બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સંયુક્ત રીતે 43 ટકાની ભાગીદારી ભોગવી છે જે સ્પષ્ટ સૂચવે છે કે સમીટ નું મહત્વ રાષ્ટ્રીય સ્તરે પણ ખૂબ વધુ છે. વધુમાં તેઓએ સરદારધામ ની પ્રવૃત્તિ ને ઉજાગર કરતા જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 1134 દિકરા દિકરીઓ અને વહીવટી વિભાગમાં મોકલવામાં આવ્યા છે જે સૌથી મોટી સફળતા કહી શકાય અને આવનારા સમયમાં પણ હજુ આ આંકડો સતત વધતો જોવા મળશે. બીજી તરફ પાટીદાર સમાજનું સંગઠન મજબૂત બનાવવા માટે દોઢ લાખ યુવક-યુવતીઓ નું એક વિશેષ સંગઠન પણ બનાવશે જે ખરા અર્થમાં સમાજ માટે ઉત્કૃષ્ટ કાર્ય કરતું નજરે પડશે.
ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ ઉદ્યોગકારો માટે એક નવી રાહ ચીંધશે છે: સવજી ધોળકિયા
પદ્મશ્રી સવજીભાઈ ધોળકીયાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું, ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ ઉદ્યોગકારો માટે એક નવી રાહ ચીંધશે એટલું જ નહીં ગામના પ્રમુખ ગગજીભાઈ નો જે વિચાર છે તેને અનુસરવામાં આવે તે દિશામાં હાલ સમાજ કાર્ય હાથ ધરશે સાથોસાથ વડાપ્રધાન મોદી દ્વારા પણ જે સૂચનો આપવામાં આવ્યા છે તેની અમલવારી પણ ચુસ્તપણે કરવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે તેમનો જે લક્ષ્યાંક છે કે દરેક જિલ્લામાં તળાવો નવા બનાવવા અને પાણીનું સ્તર ઉંચુ લાવવા તે સંકલ્પ પર તેઓ અડગ છે અને વધુ ને વધુ કેવી રીતે તળાવો બનાવી શકાય તે દિશામાં તેઓ સતત કાર્યરત રહે છે.
આ સમિટ સમાજ ક્રાંતિ માટેનું ઉત્તમ ઉદાહરણ છે: ગોવિંદભાઇ વરમોરા
સનહાર્ટ સીરામીકના ગોવિંદભાઈ વરમોરાએ અબતક સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, સુરત ખાતે આયોજિત આ બિઝનેસ સમિટ સમાજ ક્રાંતિ માટેનું એક ઉત્તમ ઉદાહરણ છે એટલું જ નહીં આનાથી રાષ્ટ્ર નિર્માણની કામગીરી પણ ઝડપભેર પૂર્ણ થશે. સાથોસાથ આજના યુવાધન માટે આ એક વિશેષ તક સાંપડી છે જો આનો યોગ્ય ઉપયોગ અને યોગ્ય રક્ષા કરવામાં આવે તો તેના ઘણા ખરા ફાયદા દેશ અને રાજ્ય ને મળતા રહેશે સાથોસાથ નવા ઉદ્યોગમાં પણ આ સમિટનો લાભ મળતો રહેશે. સમાજ સંગઠીત થશે તો શાસ્ત્રો પણ એક તાંતણે જોડાશે.
રાષ્ટ્રીય સ્તરે વધુને વધુ કામ થાય તે સુરતના ઉદ્યોગકારોનો મુખ્ય હેતુ : મથુરભાઈ સવાણી
કિરણ હોસ્પિટલના મથુરભાઇ સવાણીએ પણ અબતક સાથે વિશેષ વાતચીત કરી હતી જણાવ્યું હતું કે સુરતના ઉદ્યોગકારો હર હંમેશ એ વાત ઉપર વધુ ને વધુ ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે કે રાષ્ટ્રનિર્માણમાં કેવી રીતે સહભાગી થઇ શકાય એટલું જ નહીં વડાપ્રધાન મોદી દ્વારા જે સૂચનો આપવામાં આવ્યા છે તે તમામ સૂચનોને ગંભીરતાથી ધ્યાને લઇ તે કામગીરી ઝડપભેર પૂર્ણ કરવા માટે સુરતના ઉદ્યોગકારો કટિબદ્ધ છે અને આ પ્રકારના ઘણા કાર્યો પણ આ પૂર્વે હાથ ધરવામાં આવ્યા હતા જેને સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવેલા છે.