સુરત સમાચાર
સુરતમાં VNSGUની એકેડેમિક કાઉન્સિલ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. આ બેઠકમાં શ્રી રામ જન્મભુમિનો ઇતિહાસ જાણવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે સર્ટિફિકેટ કોર્સની મંજૂરી અપાઈ છે . આ કોર્સ હિન્દુ સ્ટડીઝ ડિપાર્ટમેન્ટમાં શરૂ કરાશે. 30 કલાકના આ સર્ટિફિકેટ કોર્સમાં ભગવાન રામના જન્મનો 5 હજાર વર્ષનો ઇતિહાસ શીખવાડવામાં આવશે .
રામ જન્મભુમિ માટે થયેલો વિવાદ. બાદ મંદિર માટે સુપ્રિમ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો મંદિર નિર્માણ સહિતની બાબતને કોર્સમાં સમાવી લેવાશે . આ કોર્સમાં વધુ વિદ્યાર્થીઓ જોડાઇ શકે તે માટે 1100 રૂપિયાની જ ફી રખાઈ છે. તે ઉપરાંત એસીમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના કોર્સને મંજૂરી અપાઈ છે. ફોરેન લેંગ્વેજમાં જર્મન, સ્પેનિસ, ફ્રેન્ચ તેમજ રશિયન ભાષાનાં સર્ટિફિકેટ કોર્સની રૂ.10,000 ફી નક્કી કરાઈ છે.