સુરત સમાચાર
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્રથી પણ દર્દીઓ સારવાર લેવા માટે આવતાં હોય છે. ત્યારે આવા જ એક દંપતીએ પોતાના સંતાનને ત્યજી દીધું હોવાની ઘટના સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાં પોતાના વ્હાલસોયા બાળકને ત્યજીને માતાપિતા ફરાર થઈ ગયાં હતાં. 2 મહિનાનું બાળક ત્યજી દેવાયું હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નવી સિવિલ હોસ્પિટલમાં મહારાષ્ટ્રના નંદુરબારના પતિ પત્ની દ્વારા 2 મહિના બાળકને મૂકી ફરાર થઈ ગયાં હતાં. સિવિલના NICUમાં બાળક સારવારમાં હતું. ત્યાં ચાલુ સારવારમાં જ બાળકને રાખીને માતા પિતા ફરાર થઈ ગયાં હતાં. સિવિલ હોસ્પિટલ દ્વારા ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી.
માતા પિતાના ફરાર થઈ જવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જેથી ખટોદરા પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. 2 મહિનાનું બાળક હાલમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બાળકની સારવાર હોસ્પિટલ સ્ટાફ કરી રહ્યું છે. તથા નર્સ સહિતના કર્મચારીઓ બાળકની સારસંભાળ રાખી રહ્યાં છે.
ભાવેશ ઉપાધ્યાય