- મેયર, પોલીસ કમિશનર તેમજ ધારાસભ્યો સાથે કરી માર્કેટની મુલાકાત
- આગની ઘટના બાદ માર્કેટની પરિસ્થિતિ જોયા પછી વેપારીઓ સાથે કરી વાતચીત
- વેપારીઓએ માલ સામાન બહાર કાઢવા દેવામાં આવે તેવી રજૂઆત કરાઈ
- ફાયરના અધિકારીઓનું પણ ગૃહરાજ્યમંત્રીએ કર્યું સન્માન
સુરતમાં શિવશક્તિ ટેક્સ્ટાઈલ માર્કેટમાં (Shivshakti Textile Market) 25 ફેબ્રુઆરી રોજ આગની ઘટના બની હતી.આ આગ 30 કલાક બાદ કાબૂમાં આવી છે સતત બે દિવસથી લાગેલી આગના કારણે કાપડનો મોટા પ્રમાણમાં જથ્થો બળીને ખાખ થઇ ગયો છે અને કરોડોનુ નુકાસન વેપારીઓને થયું હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.આ આગમાં વેપારીઓએ તેની જીવનભરની મૂડી ગુમાવી દીધી હતી.ત્યારે આગની ઘટના બાદ ગઈ કાલે રાત્રે શિવશક્તિ કાપડ બજારમાં આગથી પ્રભાવિત વેપારીઓ વચ્ચે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા. અહીં તેમણે ફાયર અધિકારી તથા પોલીસ પાસેથી બનાવવાનો તાગ મેળવ્યો હતો. તેમજ તેઓએ ફાયર અને પોલીસ વિભાગનું સાલ ઓઢવી સન્માન કર્યું પરંતુ તેઓ વેપારીઓ વચ્ચે જઈને પણ વેપારીઓને મળ્યા ન હતા ના તો તેમની પીડા જાણવાની કોશિશ કરી કે તેમને મદદની ખાતરી આપી જેથી વેપારીઓએ આ અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પર રોષ ઠાલવ્યો હતો.
સુરત શહેરના રિંગરોડ સ્થિત શિવશક્તિ માર્કેટમાં લાગેલી વિકરાળ આગ પર ફાયરબ્રિગેડના જવાનોએ કલાકોની જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. આજે સાંજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શિવશક્તિ માર્કેટની મુલાકાત લઈને અસરગ્રસ્ત વેપારીઓને મળ્યા હતા. આ તકે હર્ષ સંઘવીએ તમામ વેપારીઓને સાંત્વના આપી ફરીથી પગભર થવા માટે સરકાર દ્વારા શક્ય તમામ મદદ કરવાની હૈયાધારણા આપી હતી.
ગૃહ રાજ્યમંત્રીએ ‘નુકસાન થયું છે, પણ હિંમત ન હારવા’નો વેપારીઓને અનુરોધ કરતા જણાવ્યું કે, સકારાત્મક વિચારો સાથે મુશ્કેલીઓનો સામનો કરી આગળ વધવાનું છે. સરકાર વેપારીઓની પડખે હોવાનું જણાવી આ મુશ્કેલ સમયમાં સમગ્ર તંત્ર, ફોસ્ટા અને સુરત મહાનગરપાલિકા નુકસાનીનો સર્વે, ઈન્સ્યોરન્સ ક્લેઈમ, બળેલા માલસામાનને ખસેડવા સહિતની અન્ય જરૂરી વ્યવસ્થા માટે સહયોગી બનશે એવું મંત્રીએ આશ્વાસન આપ્યું હતું.
આ તકે હર્ષ સંઘવીએ આગને કાબુમાં લેવા માટે દિવસ-રાત એક કરનારા ફાયર બ્રિગેડના જવાનોના પ્રશંસનીય કાર્યની સરાહના કરી હતી. આ સાથે જ મંત્રીએ ફાયર બ્રિગેડના જવાનોનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય