• 90 જેટલી ઓફિસોમાં અપાઈ છે ભાડે
  • 2000 થી 2500 જેટલાં લોકો કરી રહ્યાં છે કામ
  • રોજગારી પર અસર થઈ હોવાના આક્ષેપો

સુરત ન્યૂઝ : સુરતનું કૃષિ બજાર, ફાઈવ સ્ટાર હોટલ અને મોલ વિવાદ મામલે હાઇકોર્ટ દ્વારા કૃષિ સિવાય અન્ય ઓફિસો બંધ કરવા આદેશ કરવામાં આવ્યો છે. આ સાથે APMC દ્વારા કાયદાનું પાલન કરાય તેવો આદેશ આપવામાં આવ્યો છે. જેને લઈને કૃષિમોલમાં ભાડે ઓફીસ રાખનાર ભાડુઆતોને ભારે  મુશ્કેલીઓ પડી રહી છે.Screenshot 3 8

કૃષિ બજારમાં LIC- આઈટી ઓફીસ – ટ્યૂશન કલાસીસ -ફ્રેન્કલીન એર હોસ્ટેસ ક્લાસીસ સહિતની અનેક ઓફિસો આવેલી છે. ત્યારે APMC દ્વારા આદેશનું પાલન કરાવતા ઓફિસો બંધ કરવાની નોબત આવી છે. અહી ટોટલ 90 જેટલી ઓફિસો રેન્ટ ઉપર છે જેમાં 2000 થી 2500 જેટલાં લોકો કામ કરી રહ્યા છે. હાઇકોર્ટના આદેશના કારણે આ લોકોને ભારે મુશ્કેલી પડી રહી હોવાનું જાણવામાં આવ્યું છે. Screenshot 4 6

આ ઉપરાંત કર્મચારીઓએ જણાવ્યું હતું કે ખાસ કરીને જયારે ઓફિસ માટે એગ્રીમેન્ટ કરવામાં આવ્યા હતા. જે એગ્રીમેન્ટ અંગે કોઈપણ પ્રકારની માહિતીઓ આપવામાં આવી ન હતી. તેમજ 90 ઓફીસો માંથી કેટલાક લોકોએ 5 વર્ષથી 10 વર્ષ માટે એગ્રીમેન્ટ કર્યું છે. હવે હાઇકોર્ટ દ્વારા જ્યારે નોટિસ આપવામાં આવી છે. ત્યારે APMC માર્કેટના સત્તાધીશો દ્વારા ઓફિસો બંધ કરવામાં આવી હોવાના આક્ષેપો કરાયા છે. તેમજ કોઈપણ પ્રકારનો સમય મર્યાદા પણ ન આપવામાં આવી હોવાનું જણાવાયું હતું. જેથી 2000 થી 2500 લોકોના રોજગાર ઉપર અસર પડી છે.

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.