Abtak Media Google News
  • માવાની દુકાનોમાં દરોડા પાડી લીધા સેમ્પલ

Surat news: પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે ત્યારે રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો અગાઉ સુરતમાં મીઠાઈનું વેચાણ મોટી સંખ્યામાં થતો હોય છે ત્યારે મીઠાઈમાં ઉપયોગમાં લેવામાં આવતા માવામાં ભેળસેળ છે કે કેમ તે અંગેની તપાસ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી હતી અલગ અલગ આઠ જગ્યાએ દરોડા પાડીને સેમ્પલ લેવામાં આવ્યા હતા.IMG 20240813 WA0209

આરોગ્ય વિભાગની ટીમે અચાનક પડ્યા દરોડા:

સુરતમાં માવાના હોલસેલ વિક્ર્તાને ત્યાં આરોગ્ય વિભાગની ટીમ અચાનક પહોંચ ગઈ હતી આગળ વિસ્તારમાં માવા બજારમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી અલગ અલગ માવાઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા આ માવાના સેમ્પલ લેબોરેટરી ની અંદર મોકલવામાં આવશે ત્યારબાદ જે સેમ્પલ નિષ્ફળ નીકળશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.Screenshot 1 2

સેમ્પલ ગુણવત્તામાં યોગ્ય ન ઉતરતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે- ફુડ સેફ્ટી ઓફિસર

પાલિકાના ફુડ સેફ્ટી ઓફિસર સમીપ દેસાઈએ કહ્યું કે આજે તહેવારો અગાઉ બનતી મીઠાઈમાં ઉપયોગમાં લેવામાં આવતા માવાના સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ સેમ્પલ લેબોરેટરીમાં આપીને તપાસ કરવામાં આવશે જે સેમ્પલ ગુણવત્તામાં યોગ્ય નહીં ઉતરે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. શહેરના અલગ અલગ આઠ જગ્યાએ દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે.

ભાવેશ ઉપાધ્યાય 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.